ગુજરાતમાં એલન મસ્ક ખોલશે Tesla ની ફેક્ટરી! જાણો વિગતવાર

Elon Musk: લાંબા સમયથી રાહ જોયા બાદ ઈલેક્ટ્રિક ગાડી બનાવતી અમેરિકન કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, ટેસ્લા (Elon Musk) અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની છે. હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મસ્કની કંપનીએ ભારતમાં જગ્યાઓ ભરવા માટે જાહેરાત પણ આપી હતી. હવે ઈલેક્ટ્રિક ગાડી નિર્માણ માટે કંપની જમીન શોધી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના અનુસાર, ટેસ્લાની નજરમાં મહારાષ્ટ્ર પહેલી પસંદ છે.

ટેસ્લાએ ભારતમાં પોતાની ફેક્ટરી માટે સંભવિત સ્થળ શોધવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો પ્રમાણે મહારાષ્ટ્ર અને ગુજરાત ટેસ્લા માટે મુખ્ય વિકલ્પ બની શકે છે. ગુજરાત રાજ્ય પહેલાથી ઓટોમોબાઈલ અને બેટરી નિર્માતાઓ પાસેથી મોટા રોકાણને આકર્ષિત કર્યું છે, જેનાથી ગુજરાત ટેસ્લા માટે એક મજબૂત દાવેદાર બની ગયું છે.

ચાકન અને ચિખલીની ડિમાન્ડ
રિપોર્ટ અનુસાર, એલન મસ્કની આગેવાનીવાળી કંપની ટેસ્લાએ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કેમ કે ટેસ્લા પહેલાથી પુણેમાં એક ઓફિસ ધરાવે છે અને રાજ્યમાં તેના કેટલાય સપ્લાયર છે. રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે રાજ્ય સરકારે ચાકન અને ચિખલી પાસે સાઈટો આપવાની તૈયારી બતાવી છે. જે બંને પુણેની નજીક છે. ચાકન ભારતનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબમાંથી એક છે. જ્યા મર્સિડીઝ બેન્ઝ, ટાટા મોટર્સ વોક્સવૈગન અને અન્ય સહિત કેટલીય કંપનીઓ આવેલી છે.

ભારતે ઘટાડ્યો છે ટેક્સ
ટેસ્લા અને ભારત કેટલાય વર્ષોથી એક બીજા સાથે જોડાયેલ છે. પણ કાર નિર્માતા ઉચ્ચ કરની ચિંતાઓના કારણે દક્ષિણ એશિયાઈ દેશોથી દૂર રહ્યું. ભારતે હવે 40,000 ડોલરથી વધારે કિંમતવાળા હાઈ એન્ડ કારો પર મૂળ સીમા શુલ્કને 110 ટકાથી ઘટાડીને 70 ટકા કરી દીધો છે. જ્યારે ભારતનું ઈવી બજાર ચીનની તુલનામાં હજુ પણ નવું છે. ગત વર્ષે ભારતની ઈલેક્ટ્રિક કારનું વેચાણ 100,000 યૂનિટની નજીક હતું. જ્યારે ચીનનું 11 મિલિયન યુનિટ હતું.

કેન્દ્ર સરકારે ગત વર્ષે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV) મેન્યુફેક્ચરિંગમાં ઈન્વેસ્ટ કરવા કંપનીઓને આકર્ષવા માટે નવી સ્કીમની જાહેરાત કરી હતી. જોકે, ઘણા એક્સપર્ટ્સે કહ્યું હતું કે, આ સ્કીમ ખાસ કરીને ટેસ્લાને આકર્ષવા માટે બનાવવામાં આવી છે.

આ સ્કીમમાં ચોક્કસ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 15 ટકા સુધી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે, ઈવી મેકર્સ ભારતમાં ઓછામાં ઓછું 500 મિલિયન ડોલરનું રોકાણ કરે અને ત્રણ વર્ષની અંદર પ્રોડક્શન શરૂ કરે તો જ તેમને આ સ્કીમનો લાભ મળશે. આ સ્કીમ હેઠળ કંપનીઓને ઓછા ટેક્સ રેટ હેઠળ વર્ષે 8000 કાર્સ ઈમ્પોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.