હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો ઘણીબધી રીતે મદદ કરતાં હોય છે. એવામાં એરલાઇન કંપની ‘એમિરટ્સે’ પણ કોરોનાના પ્રકોપને ધ્યાનમાં લઈને તેના મુસાફરોનો વિશ્વાસ વધારવા માટે એક સ્પેશિયલ ઓફર બહાર કાઢી છે. એમિરટ્સે જાહેરાત આપી છે કે, તે તેના મુસાફરોનો કોવિડ-19 મેડિકલ તથા ક્વોરન્ટિન ફેસિલિટીનો પણ તમામ ખર્ચ ઉઠાવશે.
આ સુવિધા એ બધાં જ ક્લાસના મુસાફરોની માટે ઉપલબ્ધ રહેશે. જે પણ એમિરેટ્સની ફ્લાઇટમાં મુસાફરી કરશે. દુબઈની આ એરલાઇન કંપનીએ જણાવતાં કહ્યું કે, તે દરરોજ કુલ 1.50 લાખ યુરો એટલે કે અંદાજે કુલ 1.3 કરોડ રૂપિયા તથા દિવસના કુલ 100 યુરો એટલે કે દિવસના કુલ 8,691.10નો તબીબી ખર્ચ ઉઠાવશે. ક્વોરન્ટિન ખર્ચ એ 14 દિવસ માટેનો જ હશે.
આ સુવિધા માત્ર તે જ મુસાફરોની માટે ઉપલબ્ધ હશે. જેને એમિરેટ્સની ફ્લાઇટમાં મુસાફરી વખતે કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ હોવા વિશેની માહિતી મળશે. કંપનીએ એક નિવેદન બહાર પાડતાં પણ કહ્યું હતું કે, આ કવર તાત્કાલિક બધાં જ મુસાફરોને લાગુ પડે છે, કે જેઓ એમિરેટ્સની ફ્લાઇટથી મુસાફરી કરી રહ્યા છે.
આ કવર માત્ર 31 ઓક્ટોબર 2020 સુધી જ મળશે. એટલે, કે આ કવર 31 ઓક્ટોબરની અંદર મુસાફરી કરનાર કોવિડ-19 પોઝિટિવ મુસાફરોની માટે જ હશે. આની ઉપરાંત, આ સ્કીમમાં એમિરેટ્સની ફ્લાઇટથી મુસાફરી કર્યા પછી મુસાફર કુલ 31 દિવસની અંદર જ્યાંપણ મુસાફરી કરશે, ત્યાં પણ તેમને આ કવરનો લાભ મળશે.
એરલાઇનના જણાવ્યા મુજબ, આની માટે મુસાફરોએ મુસાફરી કરતા પહેલા કોઈપણ જાતનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. તથા, કોઈ મુસાફર આ કવરનો લાભ લેવાને માટે બંધાયેલા પણ રહેશે નહીં.નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મુસાફરી દરમિયાન કોવિડ-19 ચેપ વિશે જાણ્યા બાદ જ મુસાફરોએ ડિડેકેટેડ હોટલાઇન દ્વારા મદદ તથા કવરનો ક્લેમ કરવા માટે જ સંપર્ક કરવાનો રહેશે.
આની ઉપરાંત, બીજાં દેશોની માટે બોર્ડર ખૂલ્યા બાદ કંપનીએ પણ તેની બુકિંગ પોલિસીમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવી પોલિસી મુજબ મુસાફરોને બુકિંગ માટે વધુ રાહત મળી શકશે. જેનાંથી, તેઓ તેમની અનુકૂળતા મુજબ તેમની ટ્રાવેલિંગનું પ્લાનીગ પણ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP