જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે.શોપિયા જિલ્લા(Shopia District)ના તુર્કુવાંગમ ગામ(Turkuvangam village)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorists) વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ પર જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા ગામને ઘેરી લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓની હાજરીના સમાચાર બાદ પોલીસ, સેના અને સીઆરપીએની ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ આ વિસ્તારમાં પહોંચી તો આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું અને ત્યારબાદ પોલીસે પણ જડબાતોડ જવાબ આપ્યો. હાલમાં માહિતી મળે ત્યાં સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ હતો.
ત્રણ આતંકવાદીઓની શંકા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા હતી, જેમાં અત્યાર સુધીની કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસે અગાઉ આતંકીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પોલીસ દ્વારા ઘણી વખત કહેવા છતાં એકપણ આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું નહીં અને ફાયરિંગ શરૂ કર્યું. આ પછી પોલીસે પણ વિસ્તારને ઘેરી લીધો હતો અને ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે રાજ્ય પોલીસ અને સેના બંને છેલ્લા કેટલાક મહિનાઓથી સાથે મળીને કામ કરી રહ્યા છે. સેના અને પોલીસની કડકાઈના કારણે આતંકીઓ તેમના નાપાક ઈરાદામાં સફળ થઈ શકતા નથી અને આ જ દહેશતને કારણે તેઓ હવે પોલીસ જવાનો અને સેનાના જવાનો પર હુમલા કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર સેનાની કડકાઈના કારણે ગત વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 330થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અથવા તો આત્મસમર્પણ કરી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.