Engineering Swiggy Boy Sahil Singh: આજના સમયમાં શિક્ષિત હોવા છતાં લોકોને નોકરી મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવું જ કંઈક આ વ્યક્તિ સાથે થયું. તેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે પરંતુ તે હજુ પણ સ્વિગીમાં કામ કરી રહ્યો હતો. પરંતુ હવે ઈન્ટરનેટે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. સાહિલ સિંહ નામના આ વ્યક્તિ પાસે ઇલેક્ટ્રિકલ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેમને ભોજન પહોંચાડવા માટે 3 કિલોમીટર સુધી મુસાફરી કરવી પડી હતી. તે સ્વિગી એજન્ટ (Swiggy Boy) તરીકે કામ કરતો હતો, તેની સ્ટોરી હવે ઈન્ટરનેટ ખુબજ પર વાયરલ થઈ રહી છે.
LinkedIn વપરાશકર્તા પ્રિયાંશી ચંદેલ જે એક ટેક કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે, તેણે સાહિલને મદદ કરી. સાહિલ તેના ઘરે આઈસ્ક્રીમની ડિલિવરી કરવા આવ્યો હતો. તે 30-40 મિનિટ મોડો આવ્યો. જ્યારે ચંદેલે સાહિલને વિલંબનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પાસે કોઈ વાહન નથી, તેથી ફ્લેટ સુધી પહોંચવા માટે 3 કિલોમીટર ચાલીને જવું પડ્યું. સાહિલે જણાવ્યું કે, તેની પાસે ઇલેક્ટ્રિકલ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી છે, તેણે બાયજુ અને નિન્જાકાર્ટમાં કામ કર્યું છે. પરંતુ કોરોના મહામારીમાં નોકરી ગુમાવ્યા બાદ 30 વર્ષીય સાહિલને જમ્મુમાં પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું.
સાહિલે પ્રિયાંશીને કહ્યું, ‘મૅમ મારી પાસે ટ્રાવેલ માટે સ્કૂટી કે બીજું કોઈ વાહન નથી, હું તમારા ઓર્ડર માટે 3 કિલોમીટર ચાલીને આવ્યો છું. મારી પાસે બિલકુલ પૈસા નથી. મારી પાસે મકાનમાલિકને આપવા માટે કંઈ બચ્યું નથી. તમને લાગતું હશે કે હું બસ એમ જ બોલી રહ્યો છું, પણ હું સંપૂર્ણ શિક્ષિત છું ECE ગ્રેડ છું કોવિડ દરમિયાન મારા ઘરે જમ્મુ જતા પહેલા હું BYJUS માં નિન્જાકાર્ટમાં કામ કરતો હતો.
એક અઠવાડિયાથી ખાધું નથી
તેણે વધુમાં ઉમેર્યું, ‘આ ઓર્ડરની ડિલિવરી માટે પણ મને 20-25 રૂપિયા જ મળશે અને મારે બીજી ડિલિવરી બપોરે 12 વાગ્યા પહેલા લેવી પડશે નહીં તો તેઓ મને દૂર ક્યાંક ડિલિવરી માટે મોકલશે અને મારી પાસે બાઈક નથી, મેં એક અઠવાડિયાથી ખાધું પણ નથી, માત્ર પાણી અને ચા પીધી છે. હું કંઈ માંગતો નથી, કૃપા કરીને જો તમે મારા માટે કોઈ કામ હોય તો કે જો, પહેલા હું 25,000 રૂપિયા કમાતો હતો, હું 30 વર્ષનો છું મારા માતા-પિતા વૃદ્ધ થઈ રહ્યા છે અને હું તેમની પાસેથી પૈસા માંગવાનું ચાલુ રાખી શકતો નથી.
આ પછી પ્રિયાંશીએ સાહિલનો ઈ-મેલ તેની માર્કશીટ, સર્ટિફિકેટ અને દસ્તાવેજોની તસવીરો સાથે લિંક્ડઈન પર શેર કર્યો. તેણે આના પર લખ્યું, ‘જો કોઈની પાસે ઓફિસ બોય, એડમિન વર્ક, કસ્ટમર સપોર્ટ જેવા કામ માટે કોઈ કામ હોય તો કૃપા કરીને તેમની મદદ કરો.’ આ પછી ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા. કેટલાકે યુલુ બાઇક રિચાર્જ કરાવ્યું, જ્યારે કેટલાકે ફૂડ ડિલિવરીનો ઓર્ડર આપ્યો. આ પછી પ્રિયાંશીએ અપડેટ આપતા કહ્યું કે સાહિલને નોકરી મળી ગઈ છે. તેણે કહ્યું, ‘તેને નોકરી મળી ગઈ છે. આગળ આવેલા તમામ લોકોનો આભાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.