હાલમાં ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેડિંગ ના કાયદા હેઠળ કડક વલણ દાખવીને જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ કડક હાથે કામ કરી રહી છે, ત્યારે મોટા ગજાની કંપનીઓ હજી તંત્રની મીઠી નજર હેઠળ ખોટી રીતે જમીન સંપાદન મેળવીને ખુલ્લેઆમ લેન્ડગ્રેબીંગ કરી રહી છે ત્યારે સુરતમાં વિશ્વ વિખ્યાત આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલ મોટુ જમીન સંપાદન કૌભાંડ સામે આવ્યું છે.
એસ્સાર અને આર્સેલર મિત્તલ કંપનીઓ સુરતમાં કરોડોની જમીન ખોટી રીતે મફતમાં વાપરી રહી છે તેવા આક્ષેપો સાથે કેટલાક ખેડૂતો પુરાવા સહિત ત્રિશુલ ન્યૂઝ પાસે પહોંચ્યા છે. દક્ષિણ ગુજરાતને એસ્સાર સ્ટીલ લિમિટેડ જે હવે આર્સેલર મિત્તલ nippon steel ના નામે ઓળખાય છે. આ કંપનીએ ખાસ જમીન સંપાદન હેઠળ હજીરામાં મોટી જમીન મેળવીને પોતાનો પ્લાન્ટ ચલાવી રહી છે. આ કંપનીએ કરોડો રૂપિયાનો હિસાબ ગોટાળો કરીને ખેડૂતોને મળવા પાત્ર કુલ રકમ ચૂકવવામાં અને ખેડૂતો અને બાકીની જમીનોનું સંપાદન ન કરી આપીને છેતરપિંડી કરીને ન માત્ર ખેડૂતોને પણ સરકારને પણ ઉલ્લુ બનાવી છે.
ખાસ જમીન સંપાદન અધિનિયમ હેઠળ વર્ષ 2007માં આર્સેલર મિત્તલ કંપનીએ તત્કાલીન એસ્સાર સ્ટીલ લિમિટેડ કંપની દ્વારા હજીરા સંપત્તિ એવોર્ડમાં ખેડૂતોને જમીનના પ્રકાર અનુસાર દર ચોરસ કિલોમીટર દીઠ ભાવ અને જમીન વળતર ના સરવાળાઓમાં ભૂલો કરીને ખોટી રીતે વળતર ચૂકવ્યા હતા. જે વર્ષો બાદ આજે એક આરટીઆઇ એક્ટિવિસ્ટ ના ધ્યાને આવતા એસ્સાર સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (જે હવે મિત્તલ નિકોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ તરીકે ઓળખાય છે) અને તત્કાલીન જમીન સંપાદન અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોને આ મુદ્દે જમીન વળતર ન ચૂકવી ને ખેડૂતોને છેતરી રહ્યા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે.
આ ખેડૂતો દ્વારા સુરત કલેકટરને પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હવે આવતા સમયમાં જોવું રહ્યું કે, સુરત કલેકટર દ્વારા આ મામલે તેવી કાર્યવાહી કરવામાં આવે છે. આ જમીનની કિંમત અંગે વાત કરીએ તો હાલમાં વિવાદિત જમીન નો 2004માં એક વીઘા નો ભાવ 5,82,592 લાખ જેટલો હતો જે એકર અંતર્ગત જોઈએ તો એક એકરનો ભાવ 854700 આસપાસ હતો.
ભૂતકાળમાં અધિકારી હોય કે કંપની હોય કોની મિલીભગતથી આ શાળાઓમાં ખામી રાખવામાં આવી અને આવી ગંભીર ભૂલ કરીને તેઓની સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી અને તેમને મળતી રકમમાં બાકાત રાખવામાં આવ્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલમાં આ વિવાદિત જમીન ની રકમ ની ગણતરી કરીએ તો ખેડૂતો માટેની આ રકમ ચાર કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
ખાસ જમીન સંપાદન માં સમિતિ એવોર્ડના અતિ ગંભીર ભૂલના ગોટાળાના કારણે આ ખેડૂતોને પૂરી રકમ મળી નથી: ભીખુભાઈ ગોપાલભાઈ આહીર, દેવીબેન માયાભાઈ આહીર,, ધનાભાઈ ગોપાળભાઈ આહીર, ભલાભાઇ મોરારભાઈ આહીર, પ્રેમી બેન મોરારભાઈ આહીર વગેરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.