ઈથોપિયામાંથી સૌથી ચોંકાવનાર સમાચારા સામે આવી રહ્યાં છે કે, જેમાં બંદૂકધારીઓના ભીષણ હુમલામાં કુલ 100થી પણ વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. દેશના માનવઅધિકાર આયોગે નિવેદન આપવામાં આવ્યું છે કે, આ ઘાતક હુમલો બુલેન કાંઉન્ટીના બેકોજી ગામમાં થયો હતો.
જાતીય હિંસાથી ઝઝૂમી રહેલ આ વિસ્તારના લોકો પોતાના ઘરને છોડીને ભાગી રહ્યા છે. આફ્રિકાનો બીજો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. અહીં નોઁધનીય છે કે, વર્ષ 2018માં PM અબિય અહેમદ સત્તામાં આવ્યા બાદ સતત હિંસા થઈ રહી છે.
આફ્રિકાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ :
PM અહેમદે લોકત્રાંતિકમાં સુધારાઓ કર્યા છે કે, જેનાથી પ્રાદેશિક હરીફ જૂથો પર તેમની પકડ ખુબ ઓછી થઈ છે. ઇથોપિયામાં આવતા વર્ષે ચૂંટણીઓનું આયોજન થવાનું છે તેમજ જમીન, સત્તા અને કુદરતી સંસાધનોને લઈ તનાવ સતત વધતો જઈ રહ્યો છે.
બીજી બાજુ, દેશના બીજા ભાગમાં ઇથોપિયન સેના બળવાખોરો સામે લડી રહી છે. ઈથોપિયાની સેના તથા વિરોધીઓની વચ્ચે છેલ્લા 2 મહિનાથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વર્ષ 2018માં PM અબિય અહેમદ સત્તામાં આવ્યા બાદ હિંસામાં થયો વધારો :
સેના તથા બળવાખોરો વચ્ચેના સંઘર્ષથી અંદાજે 9,50,000 જેટલા લોકો વિસ્થાપિત થયા છે. બીજી બાજુ, બળવાખોરોને કચડી નાખવા માટે સૈન્ય તૈનાત કર્યા બાદ હવે એવી આશંકા સેવાઈ રહી છે. અશાંત વિસ્તારોમાં સુરક્ષાને લઈ ખાલીપણું પણ થઈ શકે છે. ઇથોપિયા ઓરોમીયા વિસ્તારમાં ઉગ્રવાદનો સામનો કરી રહ્યા છે. અણી સાથે જ તેઓ લાંબા ખુબ સમયથી પૂર્વ સરહદ પર સોમાલિયાઈ ઇસ્લામિક આતંકવાદીઓનો ખતરો સામનો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle