ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. આજ સુધી કરોડો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલ એક મહિલા પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી હતી.
એક મહિલા 11,000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલની માનતા પૂરી કરવા માટે આવી હતી. આ દરમિયાન મણીધર બાપુએ તે મહિલાને પૂછ્યું હતું કે, માનતા શેની હતી. ત્યારે મહિલાએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી તેની તબિયત ખરાબ રહેતી હતી અને ઘણા બધા દવાખાના બદલ્યા તેમજ લાખો રૂપિયાની દવા લઈ લીધી હોવા છતાં પણ તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહોતો.
હજારો રૂપિયા ખર્ચવા છતાં પણ કોઈ પ્રકારનો ફરક ન હતો. તેથી આખરે મહિલાએ માં મોગલની માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો માં મોગલ મારી તબિયત સારી થઈ જશે તો, હું કાબરાઉ ધામ આવીને 11 હજાર રૂપિયા ભેટ ચડાવિશ. ત્યારે માનતા માન્યના થોડા સમયમાં જ આ મહિલાના શરીરમાં ધીમે ધીમે બદલાવવાના ચાલુ થઈ ગયા હતા અને તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. તેમજ મહિલા પોતાના પગથી ધીરે ધીરે ચાલતી પણ થઇ ગઇ હતી. આ રીતે માં મોગલે ટૂંક જ સમયમાં પોતાનો પરચો બતાવ્યો હતો.
ત્યારે માં મોગલનો આ પ્રકારનો ચમત્કાર જોઈને લગભગ લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા. તેમજ મહિલા કબરાઉ ધામ પોતાની માનતા પૂરી કરવા પહોચી હતી. ત્યાં તેણે માં મોગલ નો આભાર માન્યો હતો અને માં મોગલના આશીર્વાદ લીધા હતા. તેમને 11 હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા હતા ત્યારે, મણીધર બાપુએ 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને તે મહિલાની દીકરી ને પાછા આપી દીધા હતા અને માં મોગલ એ તેમની માનતા 11 ઘણી સ્વીકારી હતી. એટલે જ કહેવાય છે કે, જ્યાં દુનિયાનો અંત આવે છે, ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.