વેક્સિન લઇ ચુકેલા લોકો થઇ જજો સાવધાન: રસી મુકાવ્યા બાદ પણ ઝપેટમાં લેશે ડેલ્ટાથી પણ ખતરનાક આ વેરિઅન્ટ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે ભારત દેશમાં પહેલી વાર મળેલો કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ નવા સ્વરૂપમાં હાહાકાર મચાવી શકે છે. અમેરિકાના વરિષ્ઠ સંક્રામક રોગ વિશેષજ્ઞ અને અમેરિકી સરકારના કોવિડ સલાહકાર ડો. એન્થની ફૉસીએ કેપિટલ સીનેટમાં સમિતિને કહ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટથી પણ ખતરનાક વેરિઅન્ટ જલ્દી જ આવી શકે છે.

ડો. એન્થની ફૉસી કહ્યું છે કે, અમેરિકામાં હજુ વાયરસ ખુબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે. આ સમયે તે શિયાળામાં ખુબ જ ઘાતક અને ખતરનાક બની શકે છે. સાથે જ તેઓએ ચેતવણી આપી છે કે નવો વેરિઅન્ટ વેક્સિનેશનને પણ પાછળ રાખી દેશે. જો સમયસર વેક્સિનેશન પૂરું નહીં કરવામાં આવે તો નવો વેરિઅન્ટ ભયંકર રૂપ ધારણ કરી શકે છે.

ડો. એન્થની ફૉસી એ કહ્યું છે કે, વાયરસ ફેલાઈ રહ્યો છે તેમનું મુખ્ય કારણ ઓછું રસીકરણ છે. ઓછા રસીકરણનો અર્થ એ છે કે વાયરસની પાસે પોતાનામાં મ્યુટેશન કરવાનો અવસર છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે શિયાળામાં તે એક ઘાતક અને જીવલેણ રૂપની સાથે દસ્તક આપી શકે છે.

વૈજ્ઞાનિકોનું કર્યા અનુસાર, કોરોનાનો ડેલ્ટા રૂપ હાલમાં દુનિયાના અનેક દેશોને ઝપેટમાં લઈ ચૂક્યું છે. વાયરસ ધીમે ધીમે પોતાનું રૂપ બદલી રહ્યો છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ અનેક દેશમા આવી ચૂક્યા છે. ત્યારે હવે ડેલ્ટા વેરિઅન્ટથી પણ ખતરનાક વેરિઅન્ટ આવી શકે છે તેવીં શક્યતાઓ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *