ભૂલથી પણ શિવજીને આ વસ્તુઓ અર્પણ ન કરો નહીતર શ્રાવણના પવિત્ર મહિનામાં જ થશે મોટું પાપ 

હાલ માં પવિત્ર માસ એટલેકે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો વિવિધ વસ્તુઓશિવાજી ને અર્પણ કરી તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભક્તો હંમેશા એ વાત ધ્યાનમાં રાખતા જ હોય છે કે શિવને શું અર્પણ કરીએ તો તે જલ્દી પ્રસન્ન થાય ! પરંતુ, તે સાથે જ એ ધ્યાનમાં રાખવું પણ ખુબજ જરૂરી છે, કે શિવજીને શું ભૂલથી પણ અર્પણ ન કરવું ? હા, કેટલીક એવી વસ્તુઓ એવી પણ છે કે જે અર્પણ કરવાથી દેવોના દેવ એટલેકે મહાદેવ ભક્તોથી નારાજ થઈ જતા હોવાની લોકવાયકા છે. આ એ દ્રવ્યો છે કે જેનો શિવપૂજામાં નિષેધ માનવામાં આવે છે. તો આજે અમે તમને એના વિષે માહિતી આપીશું.

શિવજીને આપણે ભોળાનાથ કહીએ છીએ. ભોળાનાથ એટલે તો ઝડપથી પ્રસન્ન થનારા દેવ. પણ, જ્યારે આ જ ભોળાનાથ રૌદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે તેમના ક્રોધથી બચવું મુશ્કેલ બની જાય છે. એટલે જ તેમની પૂજા સમયે વિશેષ ધ્યાન રાખવું એ ખુબજ જરૂરી છે. પુરાણોના આધાર પર તેમજ લોકમાન્યતાઓના આધાર પર કેટલીક વસ્તુઓ શિવજીને અર્પણ કરવાની ના પાડવા આવી આવી છે. તો શિવપૂજા સમયે આ બાબતોને વિશેષ ધ્યાનમાં લેવી.

ભગવાન શિવ ને જળ અર્પણ કોઈપણ દિવસ શંખથી કરવું નહિ.
ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે. શિવપુરાણ અનુસાર દૈત્ય શંખચૂડના અત્યાચારોથી દેવતાઓ ખુબજ પરેશાન હતા, ત્યારે શિવજીએ ત્રિશૂળ વડે તેનો વધ કર્યો. શંખચૂડનું શરીર ભસ્મ થઈ ગયું, અને પછી તે જ ભસ્મથી શંખની ઉત્પત્તિ થઈ ! આ જ કારણને લીધે શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે શ્રીહરિ વિષ્ણુની જેમ શિવજીને ક્યારેય શંખથી જળ અર્પણ કરવું નહી.

નારિયેળનું પાણી શિવલિંગ પર ન ચડાવો.
મહાદેવ ને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવો એ પ્રથા રહેર્લી છે. પણ, નારિયેળના પાણી વડે તેમનો ક્યારેય અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને લક્ષ્મી સ્વરૂપ પણ માનવામાં આવે છે. એટલે જ શિવપૂજામાં ક્યારેય નારિયેળના જળનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તુલસીના પાનનો નિષેધ
તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ, આપણે જ્યારે વાત કરતા હોઈએ ભગવાન શિવની, તો તેમની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે. પ્રચલિત કથા અનુસાર ભગવાન શિવે જાલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જાલંધરની પત્ની વૃંદા જ તુલસીનો છોડ બની હતી. આ કારણે વૃંદાને, એટલે કે તુલસીના પાનને ભગવાન શિવની પૂજામાં મુકવામાં આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *