નુકશાનીમાં પણ ગૌતમ અદાણીએ કરી લીધી હજારો કરોડની કમાણી- જુઓ કેવી રીતે?

ક્રિસમસ બાદ શેરબજાર માં જબરદસ્ત તેજી જોવા મળી હતીઆજનો દિવસ શેરબજારમાં રોકાણકારો માટે ખુબ જ સારો દિવસ છે. 700થી વધુ પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ક્રિસમસ  પછીના 7 ટ્રેડિંગ સેશનમાં બજાર તેજ થઈ જાય છે. લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ફાયદો રોકાણકારોને થયો છે.

7 કંપનીઓ ગયા શુક્રવારે 1.40 લાખ કરોડ રૂપિયા અદાણી ગ્રુપની કંપનીએ ગુમાવ્યા હતા. ગૌતમ અદાણીના શેરોમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની 7 કંપનીઓને લગભગ 60 હજાર કરોડથી વધારેનો ફાયદો થયો. સૌથી વધારે 9 ટકાનો વધારો અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં જોવા મળ્યો.

આજે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેરોમાં 2.05 ટકા વધારો જોવા મળ્યો છે, એટલે કે 74.70 રૂપિયાનો વધારો 8515.81 કરોડ રૂપિયાનો વધારો કંપનીની માર્કેટકેપમાં જોવા મળ્યો. સૌથી ઓછો 1.47 ટકા એટલે કે 11.65 રૂપિયાનો વધારો અદાણી પોર્ટ અને SEZ લિમિટેડના શેરોમાં જોવા મળ્યો છે. માર્કેટ કેપમાં 2516.57 કરોડ રૂપિયાનો વધારો થયો.

13.10 રૂપિયા અદાણી પાવર લિમિટેડના શેરોમાં વધ્યા છે, અદાણી પાવર લિમિટેડના શેરોમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5052.59 કરોડ રૂપિયાનો વધારો કંપનીની માર્કેટકેપમાં થયો છે. સૌથી વધારે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડમાં 8.63 ટકા એટલે 196.15 રૂપિયાનો વધારો જોવા મળ્યો. કંપનીની માર્કેટકેપમાં હાલમાં 21880.39 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

3.83 ટકા વધરો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરોમાં જોવા મળ્યો છે. એટલે કે 69.15 રૂપિયાની તેજી આવી છે. 8551.03 કરોડ રૂપિયા કંપનીની માર્કેટ કેપમાં વધ્યા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેરોમાં 77.75 રૂપિયાનો વધારો જોવા મળ્યો એટલે કે 2.40 ટકા વધારો થયો છે. કંપનીની માર્કેટ કેપ 8551.03 કરોડ રૂપિયા વધી ગઈ છે. અદાણી વિલમાર લિમિટેડના શેરોમાં 24.95 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

તે ઉપરાંત આજે બેંકિંગ શેરોમાં સૌથી વધુ કમાણી જોવા મળી હતી SBIના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો. BSEના ટોચના 30 શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક સૌથી વધુ નફો કરતી જોવા મળી. એક્સિસ બૅન્કમાં 2.5 ટકા વધારો જોવા મળ્યો હતો. ICICIના શેરમાં 1.5 ટકા વધ્યા હતા. અને આજ તેજીના કારણે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *