મિત્રો આજે વાત કરવાની છે સોયાબીનની. તમે એ તો જાણતા જ હશો કે સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. એટલા માટે તેનો ખોરાક લેવો તે શરીર માટે ખૂબ જ સારો છે અને ફાયદાકારક પણ છે. સોયાબીનનું સેવન માત્ર શરીર માટે નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ તેનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે સોયાબીન ની મદદથી તમારું શરીર અને સુંદરતાને સારી રીતે રાખી શકો છો.
જો તમે લાંબા ઘાટા અને ચમકદાર વાળ રાખવા માગતા હોય તો સોયાબીનનું સેવન બહુ મદદ કરશે. સોયાબીનમાં વધુ માત્રામાં પ્રોટીન હોય છે અને તેનાથી તમારા વાળ ઘાટા અને ચમકદાર બને છે તેથી તમારે ડાયટ માં સોયાબીનનો ઉપયોગ કરવો જોઈએ.
ખીલ અને તેના ડાઘા ને દુર કરવા માટે સોયાબીન ખૂબ જ મહત્વનું છે. જો તમારા ચહેરા ઉપર કરચલી પડી ગઈ હોય તો સોયાબીનનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ તેનાથી તમારી કરચલીઓ ઓછી થઈ જશે અને ડાઘ પણ ઓછા થઇ જશે અને કમજોરી પણ દૂર થઈ જશે. ઘણા માણસોને થોડું કામ કરીને કમજોરી આવી જાય છે. સોયાબીનનું સેવન કરવાથી શરીરમાં ઊર્જાનો વધારો થાય છે અને તમારા કામ કરવાની શક્તિ પણ વધી જાય છે.
સોયાબીનની પાણીમાં થોડા કલાક માટે પલાળી ને રાખો અને તેના પછી તેની પેસ્ટ બનાવી લેવી અને પછી આપીશ તને ચહેરા ઉપર પંદર થી વીસ મિનિટ સુધી લગાવીને રાખવી.સુકાઈ જાય તેના પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો આમ કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા ઓછા થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.