રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો બોમ્બમારો મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો હતો. હાલમાં યુક્રેન-રશિયાનું આક્રમણ શરૂ છે જેને લઇને ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન છોડી રહ્યા છે યુક્રેનની અલગ-અલગ દેશને સંલગ્ન બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ ઠંડીની વિષમ પરિસ્થિતિઓમાં પોલેન્ડ રોમાનિયા જેવા દેશમાં પ્રવેશ્યા અને ભારત આવવા મથી રહ્યા છે બીજી તરફ યુક્રેનના સૈનિકો દ્વારા જાણી જોઈને ભારતના વિદ્યાર્થીઓને હેરાન કરાઈ રહ્યા હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.
ગઈકાલે ત્રિશુલ ન્યુઝનાં પ્રતિનિધિ દ્વારા પોલેંડ માં પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ કરવામાં આવેલ જેમાં તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, યુક્રેન દ્વારા જાણી જોઈને ભારતને હેરાન કરવામાં આવી રહ્યું છે. ભારતના વિદ્યાર્થીઓનો દિવસ દરમિયાન લાઈનમાં બોર્ડર ક્રોસ કરવામાં વારો આવી જાય તેમ છતાં લાઈનમાંથી કાઢી નાખવામાં આવે છે અને રાત્રે બોર્ડર ક્રોસ કરવા મજબૂર કરે છે. જેથી ઠંડીમાં વિદ્યાર્થીઓને હેરાન થવું પડે.
આ ઉપરાંત, ત્યાં ભોજન સપ્લાયમાં પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. યુક્રેન આર્મી અને ત્યાંની સંસ્થાઓ દ્વારા જે ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમાં સૌપ્રથમ તેમના નાગરિકો અને અન્ય દેશના નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ભોજન વધે તો ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ આ વધેલું ભોજન પણ ભારતીય વિદ્યાર્થીઓને નસીબ થયું નથી.
ગઈકાલે મોડી રાત સુધી પ્રધાનમંત્રી મોદીના કૌટુંબિક ભત્રીજાએ Krinesh Modi ક્રીનેશ મોદીની મળતી જાણકારી અનુસાર તે હજી સુધી બોર્ડર ક્રોસ કરી શક્યો નથી તેણે ભારતીય એમ્બેસીને ઇમેલ પણ કર્યા છે. જેના સ્ક્રીન શોટ પણ ત્રિશુલ ન્યૂઝ પાસે આવી ચૂક્યા છે. જેમાં તે તેની પરિસ્થિતિ વર્ણવી રહ્યો છે અને પોતે પ્રધાનમંત્રી મોદીનો ભત્રીજો હોવાનું પણ જણાવી રહ્યો છે. તે ૪૮ કલાકથી પાણી અને ભોજન વગર તરફડી રહ્યો છે.
ત્રિશુલ ન્યૂઝ ના પ્રતિનિધિ દ્વારા ગઇકાલે મોડી રાત્રે તેનો છેલ્લો સંપર્ક થઈ શક્યો હતો અને પોતે પહેલી માર્ચની રાત્રે ક્રીનેશ મોદી બોર્ડર ક્રોસ કરી લેશે તેવી શક્યતાઓ દર્શાવી હતી હવે બોર્ડર તરફ ખૂબ ઓછા વિદ્યાર્થીઓ બચ્યા છે. જેથી રાહત કાર્ય ઝડપથી થઈ રહ્યું છે પરંતુ પોલેન્ડમાં બોર્ડર નજીક હોટલ વ્યવસ્થા ઓછી હોવાને કારણે થોડીક તકલીફો બાદ યુક્રેનથી આવી રહેલા વિદ્યાર્થીઓને હોટેલ પણ મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.