દેશમાં કુપોષણ ને મામલે મોત થવાના મામલામાં ભાજપ સાશિત રાજ્યો અગ્રેસર રહ્યા છે. ભારતનું ઈથોપિયા ગણાતું શ્યોપુર જિલ્લામાં કુપોષણની આપત્તિથી ઘણા ઘરોના ચિરાગ માંની ખોળામાં જ ઓલવાઈ જાય છે. સપ્ટેમ્બર 2016માં જિલ્લામાં કુલ 116 બાળકોના મોત કુપોષણના કારણે થયા હતા. સપ્ટેમ્બર 2016માં જિલ્લામાં કુલ 116 બાળકોના મોત કુપોષણના કારણે થઈ ગઈ. જેને સરકારે કરેલા તે દાવાઓની પોલ ખોલી નાંખી જેમાં બાળકોને પોષણ આહારથી સંબંધિત મોટા-મોટા દાવાઓ કર્યા હતા.
વિપક્ષ અને મીડિયાએ વાતને લઈને શોરશરાબો કર્યો તો શાસનના માથા પર પ્રેશર આવ્યો અને પોતાના મંત્રીઓ અને વિભાગો સાથે એક બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે સરકાર કુપોષણ પર ‘શ્વેત પત્ર’ લાની આવશે.
શ્વેત પત્રનો અર્થ હતો કે, રાજ્ય સરકાર કુપોષણના મુદ્દાના દરેક પાસા પર વાત કરશે. આ સમસ્યાના પાયા સુધી જશે. પોતાની યોજનાઓને લઈને કરવામા આવતી ગતિવિધીઓ ગણાવવી, પોતાની ઉપલબ્ધિઓ અને સફલતાઓનો પ્રચાર કરવો, નિષ્ફળતાઓ અને કુપોષણ સામે કેવી રીતે લડવું છે, આ નીતિ બનાવતી અને સમસ્યા સાથે જોડાયેલા વિભિન્ન આંકડાઓ રજૂ કરતી.
જોકે, જાહેરાતના એક મહિનાની અંદર શ્વેત પત્ર લાવવાનો વચન આપનાર સરકાર દર મહિના બે મહિના કરતાં-કરતાં આજે બે વર્ષ હોવા છતાં પણ શ્વેત પત્ર લાવી શકી નહી.
એવું પણ બન્યુ નથી કે આ બે વર્ષ દરમિયાન સરકારે કુપોષણને નાથવા માટે કોઈ નક્કર પગલા ભર્યા હોય કે જેના કારણે શ્વેત પત્ર લાવવાની જરૂરત ના પડે. પ્રદેશના મહિલા અને બાળ વિકાસના આંકડા જ જણાવે છે કે કુપોષણથી પ્રતિદિવસ 92 બાળકો મરી રહ્યા છે.
આ વર્ષના શરૂઆતમાં વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રી અર્ચના ચિટનિસે જાન્યુઆરી 2018 સુધી કુપોષણ સંબંધીત આંકડાઓ રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2016માં જ્યાં કુપોષણથી પ્રદેશમાં મરનારા બાળકોની સંખ્યા 74 હતી, તે જાન્યુઆરી 2018માં વધીને 92 થઈ ગઈ છે.
વિભાગના આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2016થી જાન્યુઆરી 2018 વચ્ચે પ્રદેશમાં 57,000 બાળકોએ કુપોષણથી દમ તોડી નાંખ્યો હતો. જ્યારે જૂન મહિનામાં વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ચિટનિસ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ફેબ્રુઆરી મે 2018 વચ્ચે 7,332 બાળકોની મોત થઈ.
ઉલ્લેખનિય છે કે, આ બધા સરકારી આંકડા છે અને એવું પણ કહેવામા આવે છે કે સરકારી આંકડાઓમાં મોટાભાગે પીડિતોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવે છે. આ હિસાબે જોવામાં આવે તો સમજમાં આવે છે કે, વાસ્તવિક સંખ્યા કેટલી વધારે રહી હશે.
આમ જોવા જઈએ તો દેશભરમાં સર્વાધિક શિશુ મૃત્યુ દર મધ્ય પ્રદેશમાં જ છે. વર્ષોથી પ્રદેશ આ બાબતે અવ્વલ નંબર પર બનેલો છે. તે ઉપરાંત મૃત્યુ દર બાબતે પણ મધ્ય પ્રદેશ દેશમાં પાંચમા નંબરે છે.
મધ્ય પ્રદેશમાં કુપોષણ અને બાળ સ્વાસ્થ્ય પર કામ કરનાર સામાજિક કાર્યકર્તા પ્રશાંત દૂબે જણાવે છે કે, ‘જ્યાર સુધી કુપોષણની વાત છે તો હવે અત્યાર સુધી ના તો પ્રદેશમાં અને ના તો શ્યોપુર જિલ્લામાં ઓછું થયું છે. પાછલા દિવસોમાં જ શ્યોપુર જિલ્લાના વિજયપુર બ્લોકમાં કુપોષણથી ફરીથી એક મોત થયું છે.’
દૂર્ભાગ્ય છે કે પ્રદેશમાં કુપોષણનું સ્તર એટલું ભયાનક હોવા છતાં પણ આ મુદ્દો ચૂંટણીને વધારે પ્રભાવિત કરી રહ્યું નથી કેમ કે, વિપક્ષ સત્તાપક્ષને પૂછી રહ્યું નથી કે, શ્વેત પત્ર કેમ હજું સુધી લાવવામાં આવ્યો નથી? શ્યોપુર જ્યોતિરાદિત્ય સિંધિયાના જ પ્રભાવી વિસ્તારમાં આવે છે પરંતુ સિંધિયા કેમ પૂછી રહ્યાં નથી કે, કુપોષણ પર શ્વેત પત્ર કેમ બન્યો નથી. સિંધિયાને પણ પોતાની જવાબદારી બતાવવી પડશે કે એક સાંસદ અને ક્ષેત્રના પ્રભાવી નેતાના રૂપમાં તેમને શું કર્યું કુપોષણ મિટાવવા માટે?
ખેર, પાછલા ઘણા વર્ષોથી મહારાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા કુપોષણ છે. જોકે સરકારને કુપોષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાના આંકડાઓ તો બતાવે છે પરંતુ કુપોષણથી મરનારાઓની સંખ્યા પ્રતિદિવસે વધી રહી છે. એમપી સરકાર સામે આટલી મોટી સમસ્યા હોવા છતાં તે મુદ્દાને નજર અંદાજ કરી દેવામાં આવ્યો છે.