પૃથ્વી પરનું સ્વર્ગ છે આ ગામ- જ્યા એક એક વ્યક્તિ છે કરોડોનો માલિક

ઘણી વાર આપણે વિશ્વના સૌથી ધનિક લોકો વિશે જાણતા રહીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આખું ગામ શ્રીમંત લોકોથી ભરેલું છે? કદાચ નહીં, ચાલો અમે એવા એક અમીર ગામ વિશે જણાવી દઈએ ત્યાના રહેતા દરેક વ્યક્તિના બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા છે. આટલું જ નહીં, ગામમાં શહેરોને ટક્કર આપે એવી સુવિધા છે.

આ ગામ ચીનના જિયાંગસુ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ વાકશી છે. ચીનનું આ ગામ એવું છે કે, જ્યાં તમે પહોંચીને કોઈ પણ દેશની રાજધાની જેવી સુવિધા સરળતાથી મેળવી શકો છો. તમને આ બધું વાંચીને આશ્ચર્ય થશે, પરંતુ તે 100% સાચું છે. આ ગામની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેનું નામ સુપર વિલેજ રાખવામાં આવ્યું છે. ગામમાં 72 માળની ગગનચુંબી ઇમારત, હેલિકોપ્ટર ટેક્સીસ, થીમ પાર્ક અને લક્ઝરી વિલા છે. ગામમાં ઉપલબ્ધ આ સુવિધાઓ તેને શહેરોથી અલગ બનાવે છે.

આ ગામમાં લગભગ 2 હજાર લોકોની વસ્તી છે. લોકોનું કહેવું છે કે, અહીંના દરેક વ્યક્તિના ખાતામાં એક મિલિયન યુઆન એટલે કે એક કરોડથી વધુ રકમ જમા થાય છે. આ ઉપરાંત, દરેક પરિવારને ગામમાં અર્થોરીટી દ્વારા કાર અને વિલા આપવામાં આવ્યા છે. પણ જો તમે ગામ છોડો છો તો તમારે આ બધી વસ્તુઓ પરત કરવી પડશે. અહીં પર લોકો શાનથી પોતાનું જીવન જીવે છે.

વાકશીને કરોડો ડોલરની કંપનીઓનો ગઢ માનવામાં આવે છે, જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. ગામના મોટાભાગના મકાનો સરખા છે. બધા બહારથી બધા મકાન હોટલ જેવા લાગે છે. ગામમાં હેલિકોપ્ટર, ટેક્સી અને થીમ પાર્ક પણ છે. લાઇટ સાથે ઝગમગતી ગામની શેરીઓ તમામ મુલાકાતીઓને આકર્ષિત કરે છે. સફળતાના શિખરે પહોંચેલું આ ગામ એક સમયે ખૂબ જ ગરીબ હતું. ગામની પ્રગતિ અને સફળતાનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સચિવ વુ રેનબોને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *