સુવઇની પરિણીતા સાથે દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી બ્લેકમેલ કરતો અને પરિણીતાના ગુપ્ત ભાગે…..

કચ્છમાં આવેલ રાપરના સુવઇ ગામની પરિણીતા પર તેમના કુટુંબીની વાડીમાં જ કામ કરતા એક નરાધમે એકાંત જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. અનવર ગાભુ કોલી નામના હેવાને પરિણીતાના ગુપ્ત ભાગમાં સીગરેટના ડાંમ આપ્યા અને તેની સાથે મારઝૂડ પણ કરી હતી.

8 મિનિટ 42 સેકન્ડનો વિડિયો પણ ઉતાર્યો

આટલાથી જીવ ન ભરાતા, આ ઘટનાનો 8 મિનિટ 42 સેકન્ડનો વિડિયો પણ ઉતારીને કહ્યું કે, જો મને પૈસા નહીં આપે તો આ વિડીયો વાઈરલ કરવાની ધમકીઓ આપી પૈસા પણ પડાવ્યા હતા. તેમજ બ્લેકમેલ કરી વારંવાર જાતિય શોષણ પણ કર્યું હતું. પરિવારે પરિણીતાને સાસરે મોકલી દીધા બાદ તેણી આ નરાધમને મળતા બંધ થઈ ગઈ હતી. જેથી આરોપીએ વિડીયો વાઈરલ કરી દેતાં ચકચાર મચી ગઈ છે. આ વિડિયો વાઈરલ થતાં ભોગ બનેલા પરિવારે મોડી રાત સુધી સમાજ સાથે રાખી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

આરોપી અનવર ઉર્ફે અનિયા

આરોપી પરિણીતાના પિતાની વાડીમાં કામ કરતો હતો

પરિણીતાના પિતાની વાડીમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગે વાડી વાવતો અને અગાઉ સાત મહિના પહેલાં અનવર ગાભુ કોલીની નજર તેમની દીકરી ઉપર પડતાં હવસખોર અનિયો છરીની અણીએ તેને એકાંત જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે જાતિય અત્યાચાર કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, અનિયાએ દુષ્કર્મ કરવાની સાથે પીડિતાને ગુપ્ત ભાગમાં સિગરેટના ડામ પણ દીધા અને મારઝૂડ પણ કરી છે.

પરિણીતા પર પોતાની હવસ સંતોષતો અને 5 હજાર થી 10 હજાર રૂપિયા પડાવતો

મળતી માહિતી પ્રમાણે, આ વિડીયોમાં આરોપી ધાકધમકી આપે છે કે જો મને પૈસા મળતા બંધ થશે તો આ વિડીયો વાઈરલ કરી દઈશ. આ ઘટના બાદ પરિણીતાને અવારનવાર ધાકધમકી આપીને પોતાની હવસ સંતોષીને રૂપિયા 5000 થી 10000 પડાવતો હતો. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી પરિવારે પરિણીતાને સાસરે મૂકી દેતા નરાધમની હવસખોરી અને રૂપિયાની આવક બંધ થઈ ગઈ હતી, જેના કારણે ગઈકાલે અનવર કોલીએ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં સંબધીઓને જાણ થતાં પરિવારજનોએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવના આરોપી અનવર ઉર્ફે અનિયાને પકડવા પોલીસે ચાર ટીમ બનાવી સુવઇ ગામથી રવ સુધીના વાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *