જયારે BJP વિધાયકની ગાડી માંથી મળ્યા EVM, ત્યારે ચૂંટણી પંચે જે કહ્યું… -જુઓ વિડીયો

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આસામમાં ભાજપના ધારાસભ્યની કારમાંથી EVM મશીન મળી આવવાના બાબતે ચૂંટણી પંચ દ્વારા પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ચૂંટણી પંચને અત્યાર સુધીમાં મળેલા રિપોર્ટ પ્રમાણે પોલીંગ પાર્ટીની ગાડી ખરાબ થઈ હતી. ત્યારપછી પીઠાસીન અધિકારીએ ભાજપ ધારાસભ્યની ગાડીમાં લિફ્ટ લીધી. કારણ કે, આ દરમિયાન ચૂંટણી પંચ તરફથી નિયુક્ત સેક્ટર ઓફિસરે કોઈ ગાડીની વ્યવસ્થા કરી ન હતી.

ભાજપના નેતાની ગાડી હોવાની જાણ ન હતી:
ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી મળી આવેલ પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પોલીંગ પાર્ટીને શરૂઆતમાં એ જાણ ન હતી કે, જે ગાડીમાં તેઓ લિફ્ટ માંગી રહ્યા છે તે ભાજપના ધારાસભ્યની ગાડી છે. અત્રે જણાવવાનું કે, ગાડી ભાજપ ધારાસભ્યની પત્નીના નામ પર રજિસ્ટર્ડ છે.

ઈવીએમનું સીલ તૂટ્યુ નથી:
લિફ્ટ લઈને જ્યારે ભાજપના ધારાસભ્યની ગાડીએ પોલીંગ પાર્ટી પરત ફરી રહી હતી ત્યારે સ્થાનિકોએ ગાડી જોઈને અટકાવી હતી. પોલીંગ પાર્ટીના સભ્યોને સ્થાનિક લોકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા તેમજ ભીડ હિંસાત્મક થવા લાગી હતી. ચૂંટણી પંચને મળેલ સૂચના પ્રમાણે જે EVM ભાજપ વિધાયકની ગાડીમાંથી મળ્યું છે. વોટિંગ કર્યાં પછી મળેલું EVM છે. જો કે, રિપોર્ટ પ્રમાણે EVMનું સીલ તૂટ્યું નથી. ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી અન્ય રિપોર્ટની રાહ છે.

કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્ન:
ભાજપ ધારાસભ્યની ગાડીમાંથી EVM મળવા પર કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યા છે તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દર વખતે આવા વીડિયો સામે આવે છે કે, જેમાં પ્રાઈવેટ ગાડીઓમાં EVM લઈ જતા પકડાઈ છે. અપ્રત્યાશિત રીતે તેમાં કઈક ચીજો એકસરખી હોય છે. ગાડીઓ ભાજપ ઉમેદવારની કે તેમના સાથીઓ સંલગ્ન હોય છે. વીડિયો એક ઘટના તરીકે સામે આવે છે તેમજ પછી ખોટું બતાવીને ફગાવી દેવામાં આવે છે.

4 કર્મી સસ્પેન્ડ:
જો કે, આ મામલે ચૂંટણી પંચે 4 મતદાન ઓફિસરોને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આની સાથે જ FIR લખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ગાડી ભાજપના પાથરકાંડી વિધાનસભા સીટથી ઉમેદવાર કૃષ્ણન્દુ પાલની હોવની જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *