પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ટોળા દ્વારા EVM અને VVPAT મશીનોને કથિત રીતે (EVM Loot) પાણીમાં ફેંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી છે. આનાથી રોષે ભરાયેલા ટોળાએ ઈવીએમ તળાવમાં ફેંકી દીધા હતા.
VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal.
(Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4
— Press Trust of India (@PTI_News) June 1, 2024
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી પંચએ ટ્વીટ કર્યું છે કે, “આજે સવારે 6.40 વાગ્યે બેનીમાધવપુર એફપી સ્કૂલ પાસે સેક્શન ઓફિસરના રિઝર્વ ઈવીએમ અને પેપર્સ, 19-જયનગર (SC) PC ના 129-કુલતાલી ACમાં સ્થાનિક ટોળા દ્વારા લૂંટી લેવામાં આવ્યા અને 1 CU, 1 BU. , 2VVPAT મશીનો તળાવમાં ફેંકી દેવામાં આવ્યા છે. સેક્ટર ઓફિસર દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને સેક્ટર હેઠળના તમામ છ બૂથમાં જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ”
EVM લૂંટીને (EVM Loot) તળાવમાં ફેંકી દીધું
મુખ્ય ચૂંટણી કાર્યાલયે ટ્વીટ કર્યું કે આજે સવારે 6.40 વાગ્યે, 19-જયનગર (SC) PC ના 129-કુલતાલી AC માં બેનિમાધવપુર FP સ્કૂલ પાસે સેક્ટર ઓફિસરના અનામત EVM અને પેપરો સ્થાનિક ટોળા દ્વારા લૂંટી લેવામાં આવ્યા છે અને 1 CU, 1 BU. , 2 VVPAT મશીનો તળાવની અંદર ફેંકવામાં આવ્યા હતા. સેક્ટર ઓફિસર દ્વારા FIR દાખલ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સેક્ટર હેઠળના તમામ છ બૂથ પર મતદાન પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે અને સેક્ટર ઓફિસરને દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના પરગણામાં બોમ્બ ધડાકા
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. શહેરના ભાંગર વિસ્તારમાં બોમ્બમારો થયો છે. અહીં સવારથી સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App