હરિપ્રસાદ સ્વામી બાદ કોણ બનશે સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ? આ બે સ્વામીના નામ ચર્ચામાં

Published on: 2:53 pm, Sat, 31 July 21

વડોદરાના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું છે. વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે રાત્રે તેઓ અવસાન પામ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, સંતો અને દેશ વિદેશના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે, તેઓ શ્રી યોગી ડીવાઇન સોસાયટી ના પ્રણેતા પણ હતા.

ત્યારે સોખડાના હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરિભક્તોના અંતિમ દર્શન માટે વડોદરા પાસે આવેલ હરીધામ સોખડા ખાતે મુકવામાં આવ્યો છે. સાથે સાથે દરરોજ મોટી સંખ્યામાં અંતિમ દર્શન કરવા માટે લાખો હરિભક્તો આવે છે અને રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારીને લઈે ને ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા ગાદીપતિ કોણ બનશે તેમણે લઈને ખુબ જ ચર્ચા ચાલી રહી છે જે ચર્ચાના વિષયમાં વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે. ત્યારે તેમની સાથે સાથે  ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. ત્યારે બીજી તરફ વાતો ચાલી રહી છે કે, શું હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે?

નવા ગાદીપતિની ચર્ચામાં  હાલમાં ત્યાગવલ્લભ સ્વામીનું નામ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ચર્ચાએ જોર પકડતા તેમણે નિવેદન પણ આપ્યું હતું કે, ” હાલમાં કોઈનું નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું એક નાનો સેવક છું.” ત્યારે નવા ગાદીપતિનું નામ સંતોની બેઠક મળશે અને તેમાં નક્કી કરવામાં આવશે તેવું ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું.

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જતી વખતે રસ્તા પર મોટી સંખ્યામાં ભારે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ભક્તો પણ આ કાફલાની સાથે વાહનો લઈને જોડાણા હતા.

અમે તમને જણાવી દઈએ કે , સ્વામી હરિપ્રસાદજી બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંત અને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓને જન્મ 1934માં થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.