એક્ઝીટ પોલ: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં કોના થશે સુપડા સાફ? કઈ પાર્ટી બનાવી રહી છે સરકાર?

Election Exit Poll: હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલના સર્વેમાં જે સ્થિતિ બનેલી દેખાઈ રહી છે તેનાથી એક અનુમાન છે કે હરિયાણામાં જ્યાં JJP ની સ્થિતિ સારી નથી, તેમજ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir Election Exit Poll) PDPના પણ બુરા હાલ છે. બંને રાજ્યોમાં આ ક્ષેત્રીય પાર્ટીએ પોતપોતાના સ્તરે ખૂબ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને બંને પાર્ટીએ પોતાના જુના સહયોગી ભારતીય જનતા પાર્ટી (BJP)સાથે ગઠબંધન કરીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પછી પોતાના વિસ્તારમાં તેમનો જ સફાયો થતો દેખાઈ રહ્યો છે.

હરિયાણા: JJPનું ગઠબંધન અને એકલા ચૂંટણી લડવાનું નુકસાન
હરિયાણાની 90 વિધાનસભા સીટ પર શનિવારે મતદાન બાદ એક્ઝિટ પોલમાં દુષ્યંત ચૌટાલા ની પાર્ટી JJP માટે ખૂબ કપરા ચઢાણ છે. C વોટરના એક્ઝિટ પોલ અનુસાર JJPને ફક્ત 4% મત મળ્યાનું અનુમાન છે. જેથી પાર્ટી ને 0 થી 2 સીટો સુધી મળી શકે છે. આ વખતની ચૂંટણીના પરિણામો 2019 ની ચૂંટણી કરતા એકદમ અલગ છે. 2019 માં JJPએ 10 સીટ જીતી હતી અને ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

જોકે આ વખતેJJP એ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો જે તેના માટે જ મોટું નુકસાન સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂત આંદોલન દરમિયાન બીજેપી(BJP) સાથે ગઠબંધનમાં રહેવું જેજેપી(JJP) માટે એક મોટી ભૂલ સાબિત થઈ. ખેડૂત આંદોલનમાં JJP નું સમર્થન ન મળવાથી પાર્ટીના ઝાડ વોટ બેન્ક ને મોટો ઝટકો લાગ્યો. દુષ્યંત ચોટાલા પોતે માને છે કે તે સમયે બીજેપી સાથે રહ્યા તે ખોટું હતું અને આ ભૂલ હવે તેમને ભારે પડી રહી છે. પોલ અનુસાર JJPને આ ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે અને પાર્ટી માટે ભવિષ્યમાં પણ મુશ્કેલીઓ દેખાઈ રહી છે.

જમ્મુ કશ્મીર: પીડીપીની(PDP) ઘટતી લોકપ્રિયતા
બીજી બાજુ જમ્મુ કાશ્મીર માટે પણ એક્ઝિટ પોલના પરિણામો માટે સારા સંકેતો નથી આપી રહ્યા. મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી(PDP) જે કોઈ સમયે ઘાટીમાં કાશ્મીરી મુસ્લિમ વોટ બેન્કની મુખ્ય પાર્ટી હતી હવે તેમને વોટબેંક ખોવાનો વારો આવ્યો છે. C વોટરના સર્વે પ્રમાણે પીડીપી(PDP) ને 6 થી લઈને 12 સીટ સુધી મળવાનું અનુમાન છે જે ગઈ વખત કરતા ખૂબ ઓછી છે. 2015માં પીડીપી(PDP)એ ભાજપ(BJP) સાથે મળી રાજ્યમાં સરકાર બનાવી હતી. પરંતુ આ ગઠબંધન બાદ પાર્ટીના સમર્થનનો આધાર તૂટી ગયો.

ધારા 370 બાદ PDPની સ્થિતિ વધારે નબળી થઈ ગઈ કેમકે આ પાર્ટીની વિચારધારાની વિરુદ્ધ હતું. એટલા માટે PDPના સમર્થકોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો અને હવે પાર્ટી ત્રીજા ક્રમે પહોંચી ગઈ. જોકે પીડીપી(PDP) પાસે કિંગ મેકર બનવાનો એક અવસર હોઈ શકે છે પરંતુ તેની રાજનીતિક તાકાતમાં સ્પષ્ટરૂપે કપરા ચઢાણ છે.

ગઠબંધનની રાજનીતિની બેવડી અસર
હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં ક્ષેત્રીય પાર્ટી બીજેપી(BJP) સાથે ગઠબંધનના નિર્ણયને તેની રાજનીતિક સ્થિતિને નબળી પાડી છે. જ્યાં હરિયાણામાં જે જે પી(JJP) ને ખેડૂત આંદોલન દરમિયાન બીજેપી(BJP)ની સાથે રહેવાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં પીડીપી(PDP)ને બીજેપી સાથે સત્તામાં ભાગીદારી કરી અને કલમ 370(ARTICAL370) હટાવવાના વિરોધ કર્યા બાદ સમર્થન ગુમાવવું પડ્યું. આ બંને પાર્ટી માટે 2024 ની આ ચૂંટણી મહત્વપૂર્ણ વળાંક લાવી શકે છે પરંતુ એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે ભવિષ્ય તેમના માટે અંધકાર ભર્યું છે.