તમિળનાડુના (Tamil Nadu) કુડલોરમાં (Cuddalore) એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં (Cracker Factory) જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી મળેલા સમાચારો મુજબ, આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મિલાનાડુના કુડલોરમાં શુક્રવારે સવારે જ્યારે લોકો તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેઓએ આ વિસ્તારમાં જોરદાર ધડાકો સાંભળ્યો. વિસ્ફોટની તાકાતનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, તેનો અવાજ આ વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી સંભળાતો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જોયું હતું કે, આ દુર્ઘટના કુડલોર જિલ્લાના કટ્ટુમનરકોલી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં થઈ હતી. આ સ્થાન રાજધાની ચેન્નાઈથી 190 કિમી દૂર હોવાનું કહેવાય છે.
Tamil Nadu: Death toll rises to seven in Cuddalore fire incident, says SP M Sree Abhinav https://t.co/lGY1REwZpl pic.twitter.com/WBgOOJVbbt
— ANI (@ANI) September 4, 2020
ફેકટરીમાં તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફટાકડા ફેકટરીમાંથી અત્યાર સુધી 6 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સંખ્યા પણ વધી શકે છે. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews