External Affairs Minister Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની સત્તાવાર મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા છે. વિદેશ મંત્રીએ(External Affairs Minister Jaishankar) રવિવારે અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી. તેમણે કહ્યું કે BAPS હિંદુ મંદિરમાં આવીને મેં ધન્યતા અનુભવી છે. આ મંદિર ભારત-UAE મિત્રતાનું જીવંત પ્રતીક છે. તે વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે. તે બંને દેશો વચ્ચેનો સાચો સાંસ્કૃતિક સેતુ છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર UAEના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાનને પણ મળશે. આ બેઠક દરમિયાન, ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની ચર્ચા થશે!
રિપોર્ટ અનુસાર, સામે આવ્યું છે કે ઇઝરાયેલ અને હમાસ સંઘર્ષ પર વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. બંને દેશો વચ્ચેનો વેપાર વધીને 100 અબજ ડૉલર સુધી પહોંચવાની આશા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App