લગ્નેતર સંબંધ: પતિ પત્ની બંને ફાંસીના માંચડે લટક્યા, પ્રેમી થયો ફરાર

Extramarital affair: હિમાચલપ્રદેશના હમીરપુર જિલ્લામાં મુસ્કરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપતીએ એક જ સાડીથી ફંદો બનાવી જીવ આપી દીધો હતો. બંને મંગળવારની બપોરે સાસરીયેથી ઘરે આવ્યા હતા. આત્મહત્યાના કારણોની હાલ કોઈ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. ગ્રામના સરપંચ (Extramarital affair) ભુપેન્દ્રસિંહએ પોલીસને જણાવ્યું કે તેના ભાણેજ સોહનલાલ અને તેની પત્ની સમીક્ષા પોતાના ઘરમાં છત સાથે લાગેલા નકુચામાં ફંદો લગાવી આત્મહત્યા કરી છે.

તેમના મહોલાના બાળકોએ લાશ લટકતી જોઈ લોકોને આ વાત જણાવી હતી. અને જણાવ્યું કે છુન્ના પોતાના સાસરામાં એક લગ્ન પ્રસંગ માટે ગયો હતો. મંગળવારની બપોરે બંને પાછા ફર્યા હતા. સોહનલાલના ચાર ભાઈ તેમજ માતા અન્ય ગામમાં ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરવા માટે ગયા હતા અને ઘરે આ બંને એકલા રહેતા હતા.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું તારણ
સાંજે 4:30 વાગ્યે છુન્નાને મહોલ્લામાં રહેતા લોકોએ ત્યાં જ જોયો હતો. છુન્નાના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને કોઈ સંતાન નથી. પોલીસ અધિકારી રાજકુમાર પાંડેએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. યુવક અને મહિલાના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે. હવે આગળ જતા કાર્યવાહી કરવામાં આવશે. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ભાઈના લગ્નમાંથી પાછી ફરી હતી સમીક્ષા
સમીક્ષા પોતાના કુટુંબના ભાઈ યોગેન્દ્રના લગ્ન માટે ગઈ હતી. તેના પિયરમાં રહેતી સમીક્ષાની બહેનપણીના જણાવ્યા અનુસાર તે આજે જ પોતાના સાસરે ગઈ હતી. તેના ચહેરા પર ખુશી જોતા જરા પણ અંદાજો નહોતો કે તે આવું પગલું ભરશે.

કોઈ યુવક સાથે આંખ મળી ગઈ હતી
ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલા ગામના જ કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. તેની જાણકારી લગ્ન દરમિયાન તેના પતિને થઈ ગઈ હતી. આ બાદ સાસરે પહોંચ્યા બાદ બંને વચ્ચે વિવાદ થયો હશે અને બંનેએ ફાંસી લગાવી લીધી.

છુન્નાના પિતા કાશીપ્રસાદ મૂળ ઇટેલીયા ગામના રહેવાસી હતા. ગામના સરપંચના જણાવ્યા અનુસાર ઘણા વર્ષો પહેલા તે અહીંયા આવી વસી ગયા હતા. તેઓ 5 ભાઈ પરિવાર સહિત ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા હતા. આ વર્ષે છુન્ના અને તેની પત્ની કામ પર ગયા ન હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી. ગામ લોકોના જણાવ્યા અનુસાર સાસરેથી આવ્યા બાદ યુવક જુગાર પણ રમ્યો હતો. આ તમામ ઘટનાઓને ધ્યાને લઈને ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે આવું સ્થાનિક એસ.પી. ડોક્ટર દીક્ષા શર્માએ જણાવ્યું હતું.