બિહાર(BIHAR): હાલ ચોમાસું(Monsoon) બેસી ગયું છે. એવામાં માહિતી મળી આવી છે કે, બિહાર (Bihar)માં ચોમાસું સક્રિય થયું ત્યારથી આંધી, વરસાદ અને વાવાઝોડાનો કહેર ચાલુ થયો છે. રાજ્યમાં શુક્રવારે વિવિધ સ્થળોએ વાવાઝોડાને કારણે 7 લોકોના મોત થયા હતા. જ્યાં મોતિહારી (Motihari)માં સૌથી વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સિવાય સિવાન(Sivan), બેતિયા(Betiya), શેખપુરા(Sheikhpura) અને ઔરંગાબાદ (Aurangabad)માં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, પૂર્વ ચંપારણ જિલ્લામાં શુક્રવારે સાંજે ભારે વરસાદને કારણે કહેર સર્જાયેલો જોવા મળ્યો હતો. મધુબનના ગોપાલપુર ગામમાં, શુક્રવારે વરસાદ દરમિયાન વાવાઝોડાને કારણે એક બાળકનો જીવ ગયો. અહીં એક ભેંસનું પણ મૃત્યુ થયું હતું. આ સિવાય પહાડપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ સિસ્વાના માલદહિયા ગામમાં વાવાઝોડાને કારણે એક વિધવા માતા અને તેના 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું.
આ સિવાય જાણવા મળ્યું છે કે, સિવાન જિલ્લાના દરોંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સિવાય બેતિયા, શેખપુરા અને ઔરંગાબાદ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
वज्रपात से सीवान में 1, शेखपुरा में 1, औरंगाबाद में 1 व्यक्ति की मृत्यु दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। मृतकों के आश्रितों को 4-4 लाख रू० अनुग्रह अनुदान दिया जाएगा। (1/2)
— Nitish Kumar (@NitishKumar) June 24, 2022
મુખ્ય પ્રધાન નીતિશ કુમારે શુક્રવારે વીજળી પડવાથી જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સીએમએ કહ્યું કે આ કટોકટીમાં સરકાર તેમની સાથે છે. તેમણે અધિકારીઓને મૃતકના નજીકના સંબંધીઓને તાત્કાલિક રૂ.4 લાખ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાન દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.