આ ચાર વસ્તુના ઉપયોગથી કુદરતી રીતે ખીલી ઉઠશે તમારો ચહેરો- જાણો વિગતવાર

જો તમે તમારા ચહેરા પરના ડાઘ દૂર કરીને કુદરતી ચમક મેળવવા માંગતા હોવ, તો તમારા માટે આ લેખ ખુબ જ મદદ કરી શકે છે. આ લેખમાં, અમે તમારા માટે એવી ચાર ટિપ્સ લાવ્યા છીએ, જેના ઉપયોગથી તમે ચમકીલી ત્વચા મેળવી શકો છો. આ વાનગીઓ દૂધ, કેસર, હળદર અને ચંદનથી તૈયાર કરવામાં આવે છે.

1. સરસવ
સરસવનો પાવડર અને સરસવના તેલનો ઉપયોગ પહેલાના સમયમાં બોડી સ્ક્રબ તરીકે થતો હતો. સરસવ માંથી બનાવેલ બોડી સ્ક્રબ દ્વારા ત્વચા ઉપર માલિશ કરીને ત્વચાના કચરાને દૂર કરી શકાય છે.

2. કેસર
ત્વચા નિષ્ણાતોનું કહેવું છે કે જો કેસરને દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચાને કુદરતી ચમક મળે છે. એટલું જ નહીં, કેસરનો ઉપયોગ દૂધ અને ચંદન સાથે કરવામાં આવે તો ટેનિંગ પણ દૂર થઈ શકે છે.

3. દૂધ
ચહેરા પર કાચા દૂધની માલિશ કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ દૂર કરી શકાય છે. તેમજ દૂધથી માલિશ કરવાથી ત્વચાના ભરાયેલા છિદ્રો ખુલે છે અને ત્વચાને વધુ કુદરતી રીતે સાફ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.

4. હળદર
હળદરનો ઉપયોગ ચહેરા પરના ખીલ અને બ્લેક હેડ્સને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરને ચંદન, દૂધ, મલાઈ અને મધ સાથે મિક્સ કરીને ત્યાર કરો અને આ ત્યાર કરેલ ક્રીમને ફેસ પેક તરીકે તેનો ઉપયોગ કરો, તેનાથી ચહેરા પર કુદરતી ચમક વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *