દુનિયા માં અત્યારે સોશિયલ મીડિયા નું મહત્વ અને લોકોની તેમાં દિલચસ્પી વધી ગઈ છે. સૌથી વધુ વપરાશ થતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે થકી યૂઝર્સને પોતાના પાડોસીઓ વિશે પણ વધુ શ્રેષ્ઠ રીતથી જાણવામાં મદદ મળશે.
કંપની હાલમાં તેની ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરને Neighborhoodના નામથી લોન્ચ કરી શકાય છે. આ ફેસબુક ફીચર થકી માર્કેટ લીડર નેક્સ્ટડોરને પાછળ છોડવાની યોજના પર પણ કામ કરી રહ્યુ છે. જ્યારે કે, નેક્સટડોર આગામી દિવસમાં IPO લાવવાની તૈયારીમાં છે.
સોશિયલ મીડિયા કંસલ્ટેંટ મેટ નવારાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ફેસબુકનું નવુ ફીચર ટેસ્ટિંગની શરૂઆતી સ્ટેજમાં છે. આ પ્રોડક્ટને Neighborhoods કહેવામાં આવશે.
જેમાં યૂઝર્સ પોતાનું એડ્રેસ નાખી એક યૂનિક પ્રોફાઈલ બનાવી શકે છે. તેના પર એક પ્રવક્તાએ જણાવ્યુ કે, એ સાચુ છે કે, ફેસબુક કેનેડાના કેલગરી માર્કેટમાં નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે.
ફેશબુક પહેલા નેક્સ્ટડોરે જ વર્ષ ૨૦૦૮ માં આ ફીચર લઈને આવી ચૂક્યુ છે. કંપનીએ લગભગ ૪૭૦ મિલિયન ડોલરની ફંડિંગ પણ એકઠી કરી હતી. આ ફીચરમાં દરેક નેબરહુડ્સ ખુદને મિની સોશિયલ નેટવર્કના રૂપમાં કામ કરે છે. લોકો તેનાથી પાડોસમાં થઈ રહેલી ઘટનાઓને પણ પોસ્ટ કરે છે. જેમાં ક્રાઈમ જેવી ઘટના પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle