શું ખરેખર હિમાચલમાં જ્વાળામુખી પર પડી વીજળી? જાણો શું છે વાયરલ વિડિયોની હકીકત

Fact Check: સોશિયલ મીડિયા પર દરરોજ અગણિત ફેક ન્યૂઝ વાયરલ થાય છે. આ દાવાઓ હંમેશા એવી તસવીરો અને વીડિયો સાથે વાયરલ(Fact Check) કરવામાં આવે છે જેને સામાન્ય લોકો સરળતાથી માની લે છે. ત્યારે આવો જ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જે તમે પણ જોયો હશે. આ વાયરલ વીડિયોમાં એક પહાડી જગ્યા પર વીજળી પડી છે, જે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સ્થિત મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે હવે આપણે એ જાણીએ કે આ વિડિયોમાં કેટલી હકીકત છે.

શું છે વાયરલ?
વાસ્તવમાં એક જગ્યાએ વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરતી વખતે “આ પહાડી પર આવેલા મહાદેવજીના મંદિર પર વીજળી પડે છે. વીડિયો ધ્યાનથી જુઓ, મહાદેવજીની હાજરી અનુભવાય છે.” અન્ય ઘણા યુઝર્સે પણ આવા જ દાવા કર્યા છે.

વીજળીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જો કે આ વિડિયોની તપાસ માટે ફેક્ટ ચેક ટીમે  આ વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ લીધો અને તેને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચની મદદથી સર્ચ કર્યું. જે બાદ તરત જ આ વીડિયો ઘણા પ્લેટફોર્મ પર જોવા મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો હિમાચલના કુલ્લુનો નહીં પરંતુ વોલ્કેન ડી ફ્યુગો જ્વાળામુખીનો છે.

આ જ્વાળામુખી મધ્ય અમેરિકામાં સ્થિત દેશ ગ્વાટેમાલામાં સ્થિત છે. AccuWeather નામની યુટ્યુબ ચેનલ પર મૂળ વિડિયો પણ મળ્યો જેમાં વાયરલ વિડિયોના સમાન દ્રશ્યો છે. આ વીડિયો 13 મે 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે Volcán de Fuego જ્વાળામુખી પર વીજળી પડી હતી.

હકીકત તપાસમાં શું મળ્યું?
કરવામાં આવેલી હકીકત તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર પડતી વીજળીનો વીડિયો હિમાચલ પ્રદેશનો નથી પરંતુ મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં સ્થિત જ્વાળામુખી વોલ્કેન ડી ફ્યુગોનો છે. લોકોને ખોટા દાવાવાળા આ વીડિયોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.