સુરત (Surat) માં ગત કોર્પોરેશન ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી (AAP) ની 27 સીટ આવી છે ત્યારથી સુરત નું રાજકારણ ખુબજ ચર્ચા માં રહે છે. ત્યારે સુરત માં 0 સીટ સાથે કોંગ્રેસ મુક્ત થયેલું સુરત કોંગ્રેસના નેતા હવે વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા સક્રિય ભૂમિકા માં આવતું જાય છે. ત્યારે કોંગ્રેસ સામે હવે 2 પડકારો છે એક બીજેપી અને બીજું આપ. ત્યારે હવે કદાચ કોંગ્રેસ ના 0 થયા બાદ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા ખોટા પ્રચાર ને અપનાવીને વિધાનસભા પહેલા આપ નું વર્ચસ્વ ઘટાડવા માટે કામગીરી શરૂ કરી હોય તેવું લાગી આવે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વોર્ડ નંબર 16 માં પાણી ના આવતા Aap ના કોર્પોરેટરના ઘરે માટલા ફોડ ધરણા…. ” ત્યારે ફેક્ટચેક માં જે હકીકતો સામે આવી એ અત્યંત ચોંકાવનારી છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પોસ્ટમાં કોંગ્રેસ કાર્યકર્તા Mansukh Motisaria, Rahul Chaudhari કહી રહ્યા છે કે,” વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ના ઘર ની બહાર નારાયણ નગર સોસાયટી ના રહીશો એ માટલા ફોડી પાણી ન પ્રેશર બાબતે કોર્પોરેટર નો વિરોધ કર્યો.”
આ બાબતે સુરતની એક લોકલ સોશિયલ મીડિયા કંપનીએ પણ આ બાબતે એક વિડીયો વાઈરલ કર્યો છે. જેમાં દાવો કરાયો છે કે સોસાયટીના રહીશોએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા (Payal Sakariya)ના ઘરે જઈને માટલા ફોડીને પાણી ન આવવવાના પ્રશ્ને વિરોધ કર્યો છે. પરંતુ આ સંસ્થાએ આ બાબતે ખોટા સમાચાર ફેલાવીને લોકોને ગુમરાહ કરવાનો બાલીશ પ્રયાસ ત્રિશુલ ન્યુઝના ફેક્ટ ચેક માં પકડાઈ ગયો છે.
ત્યારે આ બાબતે સત્યની તપાસ કરતા જોવા મળ્યું કે, આ ઘટનાનો વિડીયો ખુદ પાયલ સાકરિયાએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલ છે જેમાં જણાઇ આવે છે કે નારાયણ નગર સોસાયટી માં પાણીણા પ્રેશર ના પ્રશ્ન બાબતે વારંવાર રજુઆત છતાં આ પ્રશ્ન નું કાયમી ઉકેલ ના આવવા ના કારણે આપ ના કોર્પોરેટર પાયલ સાકરીયા એ પોતે મહિલાઓ ની સાથે રહીને SMC નો વિરોધ કર્યો હતો. અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સોસાયટી ના ગેટ પાસે માટલા ફોડીને SMC નો વિરોધ નોંધાવ્યો હતો. જે સમગ્ર ઘટના પાયલ સાકરીયા ના ફેસબુક પેજ પર લાઈવ હતી અને તમામ ફોટો ગ્રાફ સાથે પણ પોસ્ટ કરી હતી.
આ બાબતે જાણીતી સમાચાર સંસ્થાએ પણ આ બાબતે સમાચાર પ્રસ્થાપિત કર્યા હતા જેમાં જણાવાયું છે કે, આ અંગે SMCનાં જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવાં છતાં આજ સુધી આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવતાં માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં આપના કોર્પોરેટર પાયલ સાકરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.