મંદિરમાં લોકો ભગવાનની પૂજા કરવા અને આશિર્વાદની પ્રાપ્ત કરવા જતા હોય છે પુજારી પણ ભક્તોને આશિર્વાદ આપે છે. પંરતુ ક્યારેય તમે એવા કોી પૂજારીને જોયો છો.જે ભક્તો કે શ્રધ્ધાળુંઓના માથા પર પગ મકીને આશિર્વાદ આપતા હોય? નહી ને પરંતુ ઓડિશામાં એક મંદિર આવેલું છે. તેમાં પૂજારી છે જે ભક્તો મંદીરમાં દર્શાનર્થે આવે છે તેમનાં માથા પર પગ મૂકીને આશિર્વાદ આપે છે. સોશ્યલ મિડીયા પર પૂજારીનો વિડિયો વાયરલ થતા ખૂબ આલોચના થી રહી છે.
વીડિયો વાયરલ થયો
એક વીડિયો વાયરલ થયો છે જેમાં મંદિરના પુજારી લોકોના માથા પર પગ રાખીને આશીર્વાદ આપતા જોવા મળે છે. આ કિસ્સો છે ઓડિશાના કોરધાના બનાપુર વિસ્તારનો. આ વીડિયો જોનારા લોકો અંધશ્રદ્ધાની પરેડ કહી રહ્યા છે અને તેની ઘણી ટીકા પણ કરી રહ્યા છે.
#WATCH A temple priest gives blessings to people by putting his foot on their heads on #VijayaDashami (8th October), in Banpur area of Khordha, #Odisha pic.twitter.com/1LxpnnfPqP
— ANI (@ANI) October 10, 2019
ઓડિશામાં એક મંદિર આવેલું છે
જ્યારે મંદિરના પૂજારી આર સામંત્રેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમને યજમાન પર વિશ્વાસછે. જેઓ આને ખોટી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે, તેઓ આ ઉપાસના વિશે જાણતા નથી. તેઓ તેને બીજી રીતે ઉછાળાવા માગે છે. કેટલાક લોકોને આ ખરાબ લાગે છે, પરંતુ આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.