Gurugram (ગુરુગ્રામ): હરિયાણા (Haryana) માં આવેલા ગુરુગ્રામ (Gurugram) શહેરના રસ્તાઓ પર પર યુવકો 500 અને 2000ની નોટો ઉડાવી રહ્યા હોવાનો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક યુવક ડ્રાઇવિંગ કરતી વખતે ડાયલોગ્સ બોલી રહ્યો છે, જ્યારે પાછળ બેઠેલો તેનો સાથી ચાલતી કારની ડિક્કી માંથી નકલી નોટો ફેંકતો જોવા મળે છે.
વીડિયોના પાછળના ભાગમાં, વેબસિરિઝ ‘ફર્ઝી’માં બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરનો ડાયલોગ, પોલીસ પાછળ છે, શું કરું સની… પૈસા ઉડા બડુ વાગી રહ્યું છે (पुलिस पीछे लगी है, क्या करें सन्नी…पैसा उड़ा बाड़ू बज रहा है।). વીડિયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસે વીડિયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જે વ્યક્તિએ તેને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે તેના 3.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ગુરુગ્રામમાં જ્યાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તે જગ્યા પાશ એરિયા ગોલ્ફ કોર્સ રોડ છે. સફેદ રંગની દિલ્હી નંબરની બલેનો કારનો ડ્રાઈવર, શાહિદ કપૂરનો ડાયલોગ બોલતા બોલતા અંડરપાસમાંથી નીકળતાની સાથે જ 500 અને 2 હજારની નોટો બતાવે છે. તે પછી પાછળ બેઠેલો વ્યક્તિ ચાલતી કારની ડિક્કી ખોલે છે અને પછી 500 અને 2000ની નોટો ઉડાડવા લાગે છે. વાસ્તવમાં કારમાંથી જે નોટો ઉડાવવામાં આવી છે તે નકલી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે આ બંને યુવાનોએ માત્ર પોતાના જીવની જ પરવા નથી કરી પરંતુ બીજાના જીવ સાથે પણ રમત રમી છે. આ 27-સેકન્ડનો વીડિયો સામે આવ્યા બાદ, ગુરુગ્રામ પોલીસ એક્શનમાં આવી અને સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવા સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે.
કારના માલિકની ઓળખ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર વ્યક્તિ દિલ્હીનો રહેવાસી જોરાવર સિંહ છે. પોલીસે તેને પકડ લીધો છે. ACP DLF વિકાસ કૌશિકે જણાવ્યું કે, ગુરુગ્રામ પોલીસે પોતે વીડિયો પર કાર્યવાહી કરી છે. આ મામલે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.