સુરતનો યુવક દેશી દારૂ પીધા બાદ ભૂલ્યો ભાન, પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી જતા મળ્યું દર્દનાક મોત

સુરત(Surat): શહેરમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી જતા મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો વાતની હોવાનું સામે આવ્યું છે. પિતાના નિધન પછી પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવારના પગ તળે જમીન સરકી ગઈ હતી. આવતા મહિને બહેનના લગ્ન લેવાની પણ તૈયારી ધામધુમથી ચાલી રહી હતી.

ત્રણ મહિના અગાઉ રોજગારી માટે આવેલ પંકજ સ્વાઈ (રૂમ પાર્ટનર)એ જણાવતા કહ્યું હતું કે, જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો રહેવાસી હતો. ત્રણ મહિના અગાઉ જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન પછી બે બહેન અને વિધવા માતાનો એકનો એક દીકરો અને આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા પછી તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે તમામ રૂમ પાર્ટનર પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક જ તેને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ત્રણ પોટલી દેશી દારૂ પીધેલો 22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ થતા જ પરિવાર હિબકે ચડ્યો હતો. જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરી રહ્યો હતો. જિતેન્દ્ર ત્રણ દેશી દારૂની પોટલી બહાર પીને આવ્યો હતો અને ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાની તૈયારી ચાલી રહી હતી. પાંડેસરા પોલીસ દ્વારા રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *