BIG BREAKING: ધર્મ જગતમાં શોકનો માહોલ- ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન

Published on Trishul News at 10:46 AM, Tue, 5 September 2023

Last modified on September 5th, 2023 at 10:48 AM

Laxman Barot Passes Away: આજે સવારે ગુજરાતના ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.કેમ કે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 વાગ્યે દુનિયા છોડીને ચાલી ગયા છે. તેમનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું છે.લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ(Laxman Barot Passes Away) માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે ખુબ જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.

કૃષ્ણપુરીમાં નિયમિત ડાયરા અને ભજન યોજાતા
ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના અચાનક નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું છે. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.

તેઓ મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની એક ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં તેઓ લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ પોતાનો આશ્રમ બનાવ્યો હતો.

Be the first to comment on "BIG BREAKING: ધર્મ જગતમાં શોકનો માહોલ- ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન"

Leave a comment

Your email address will not be published.


*