Fenugreek: એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં ખેડૂતે માત્ર પરંપરાગત ખેતી જ કરતા હતા. પરંતું ધીરે ધીરે હવે સમય બદલાય રહ્યો છે. ખેડૂત હવે બીજી તરફ બિન પરંપરાગત પાકની વાવણી તરફ વળી રહ્યા છે. જેમાં ખેડૂત અલગ અલગ પ્રકારનાં ફળ ફળાદિ તેમજ શાકભાજીની વાવણી કરી રહ્યા છે. જેમાં એક પાક છે મેથી. જેની ખેતી કરીને ખેડૂત (Fenugreek )મબલક નફો કમાઈ રહ્યા છે. મેથીનાં પાકને ઝડપી નફો આપવા વાળો પાક છે. ચલો જાણીએ કેવી રીતે કરી શકીએ છીએ મેથીની ખેતી.
કેવી રીતે કરશો મેથીની ખેતી?
મેથીની ખેતી કરવીએ ખુબ મુશ્કેલ ભરેલું કામ નથી. સૌથી પહેલા તો મેથીનાં બીજોની વાવણી પહેલા લગભગ 7 થી 12 કલાક સુધી પાણીમાં ભીના કરવા માટે મુકી દે. ત્યારપછી 4 ગ્રામ થીરમ અને 50 ટકા કાર્બેડાઝિમ રસાયણ તૈયાર કરી લો. ત્યારપછી રાસાયણિક પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 8 કલાક પછી મેથીનાં બીજોને ખેતરમાં લગાવી દો. મેથીની ખેતી માટે માટીને 6 થી 7 ph મૂલ્ય ધરાવતી જમીન જ યોગ્ય માનવામાં આવે છે.
જમીનમાં રોપણી માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો જ યોગ્ય ગણવામાં આવે છે. પહાડી વિસ્તારમાં જુલાઈ થી લઈ ઓગસ્ટ સુધી રોપણી કરવામાં આવે છે. મેથીનાં છોડને વધારે સિંચાઈની જરૂર પણ નથી. બીજને ખીલવા માટે ભેજની જરૂર હોય છે. તેથી ખેતરમાં પૂરતો ભેજ સુનિશ્ચિત કરવા માટે ખેતરમાં સિંચાઈ કરતા રહેવું જરૂરી છે.
4 મહિના પછી લણણી કરી શકાય છે
મેથીનો પાક તૈયાર થતાં ચારથી સાડા ચાર મહિનાનો જેટલો સમય લાગે છે. જ્યારે તેના છોડના પાંદડા પીળા થઈ જાય ત્યારે તેની લણણી કરવામાં આવે છે. લણણી કર્યા પછી, પાકને તડકામાં યોગ્ય રીતે સૂકવવો પણ મહત્વપૂર્ણ છે. બંને સૂકા પાકને મશીન દ્વારા અલગ કરવામાં આવશે. એક હેક્ટરમાં ઉપજ લગભગ 12 ક્વિન્ટલ છે. જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો બજારમાં તેની કિંમત પ્રતિ ક્વિન્ટલ ₹ 5000 સુધી છે, આવી સ્થિતિમાં મેથીના પાકમાંથી સારો નફો મેળવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App