ગુજરાતમાં હવે ગૌમૂત્ર વેચીને પણ ખેડૂત કરી શકશે અઢળક કમાણી, જાણો તેની A to Z માહિતી

Sale of Gaumutra: બનાસકાંઠાના ખેડૂતો તથા પશુપાલક માટે એક હરખના સમાચાર સામે આવ્યા છે. જેમાં જે પશુપાલકો ગાયનો તબેલો ધરાવતા હોય તે દૂધની સાથે ગૌ મુત્રનું(Sale of Gaumutra) પણ વેચાણ કરી શકશે..આમ તેને ગાયના દૂધની કમાણી તો થશે જ સાથે ગૌ મુત્રની કમાણી પણ થશે. તેમજ આ ગૌ મુત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાઇ છે.

ગૌ મુત્ર વેચીને મહિને 1500 રૂપિયા મળી શકે છે
બનાસકાંઠામાં ગાયો રાખનારા પશુપાલકો તથા ખેડૂતો હવે દૂધની સાથે દર મહિને ગૌ મૂત્ર વેચીને સારી એવી કમાણી કરી શકશે.ભાભરમાં આવેલી ડેરીમાં એક લિટરના પાંચ રૂપિયા લેખે ખેડૂતો પાસેથી ગૌ મૂત્ર ખરીદવવામાં આવે છે. એક ગાય રોજના 16 થી 17 લિટર મુત્ર આપતી હોય છે.

જો કે ખેડૂત માટે તમામ ગૌમુત્ર એકત્ર કરવું તો બહુ મુશ્કેલ છે. પરંતુ જો થોડુંક ધ્યાન આપીને તે ઓછામાં ઓછું 10 લિટર ગૌ મુત્ર તો એકઠુ કરી જ શકે છે. બાદમાં ડેરીવાળા આવીને આ ગૌ મુત્ર પ્રતિ લિટર રૂપિયા 5ના ભાવે લઇ જાય છે. આમ જે ખેડૂત પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે ગૌ મુત્ર વેચીને મહિને 1500 રૂપિયા કમાઇ શકે છે.

પશુપાલકો માટે હવે ગાયોનો ઉચ્છેર સરળ
હાલ ભાભરના લગભગ 700 જેટલા પશુપાલકો ડેરીને ગૌમુત્ર પુરુ પાડે છે. તેમજ લોકો એકબીજાથી પ્રેરાઈને હવે ગૌમૂત્ર એકત્ર કરે છે,આનાથી ખેડૂતોને મોટો ફાયદો એ થઇ રહ્યો છે કે તેમને ગાયોનો ઉછેર કરવો પરવડી રહ્યો છે.

ગૌમૂત્ર અનેક રીતે ઉપયોગી
આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય રોગ, કબજિયાત વગેરે બીમારીઓ દૂર રહે છે.