વરસાદે કપાસની ખેતી કરતા ખેડૂતોને રડાવ્યા… આ જીલ્લામાં પાક બગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો

હાલ રાજ્યમાં ફરી મેઘરાજા વરસી રહ્યા છે. એવામાં ક્યાંક તડકો તો ક્યાંક વરસાદી ઝાપટાં પડે છે. ત્યારે હાલ તો ગામોમાં ખેડૂતોએ મોટા પાયે કપાસનું વાવેતર કરેલું હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત સોયાબીન(soybeans), ભીંડા(Okra), અળદ, દિવેલા, વરિયાળી જેવા પાક કરવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર દિવેલા અને વરિયાળીમાં વરસાદના કારણે કોઈ નુકશાન થવા પામ્યું નથી. પરંતુ બીજા ઘણા પાકોને ઘણું મોટું નુકશાન થયું છે.

આ અંગે વિષ્ણુપુરા લાટ ગામના ભાવિક સી. પટેલે જણાવ્યું હતું કે, અંદાજે 120 વિઘામાં તેમને આ વર્ષે વિવિધ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં 60 વિઘામાં કપાસ વાવેતર કર્યું છે, જયારે 25 વિઘામાં સોયાબીન, 20 વિઘામાં ભીંડા તેમજ અળદનું 15 વિઘામાં વાવેતર કરેલું હતું. જેમાં, ખાતર, બિયારણ, દવા અને મહેનતથી 12 એક લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં વધારે વરસાદને કારણે આજે રોવાનો વારો આવ્યો છે.

આ સિવાય અન્ય એક ખેડૂત ચંદ્રકાન્ત એમ. પટેલના જણાવ્યા અનુસાર, તેઓ 60 વિઘા જમીન ધરાવે છે. જેમાં, 25 વિઘામાં કપાસ છે, 10 વિઘામાં અળદ છે, જેમાં તો 100% નુકશાન થવા પામ્યું છે. તેમજ આજુબાજુના ગામના વિસ્તારમાં અને કપડવંજ તાલુકાના નિરમાલીની આસપાસના ગામોમાં પણ વરસાદ સતત વરસી રહ્યો હતો. ત્યારે, આ વિસ્તારના ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.

ત્યારે આ અંગે નિરમાલીના ખેડૂત અમરતભાઈ પટેલના જણાવ્યા મુજબ, ઉભો કપાસ ફાટી ગયો અને કાળો પડી ગયો છે તેમજ ઘાસચારાને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત, તુવેરનો પાક ભાંગી ગયો અને બાજરીનો પાક આડો પડી ગયો. આમ ખેતીને ભારે નુકસાન થયું છે. મોટાભાગના પાકમાં બહુ જ નુકશાન થયું હોવાથી સરકાર તરફથી જો કોઈ સહાય મળે તો ખેડૂતોએ આશાઓ વ્યકત કરી નમ્રતાભાવે વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *