RBIના એલાનથી ખેડૂતોને મોટો ફાયદો; હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે 2 લાખ સુધીની લોન

Collateral Free Loan: RBIએ ખેડુતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડુતો માટે કોલલેટર ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડુતો કાઇ પણ વસ્તુ ગીરવી રાખ્યા વગર જ 2 લાખ સુધીની લોન લઇ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રુપિયા હતી. જેને આરબીઆઇએ (Collateral Free Loan) વર્ષ 2019 માં વધારી હતી. પાંચ વર્ષ બાદ મર્યાદા વધારીને ખેડુતો માટે મોટી રાહત થઇ કરવામાં આવી છે.

હવે જો ખેડુતોને 2 લાખ સુધીની લોનની જરુર છે. તો કોઇ પણ વસ્તું ગીરવે રાખ્યા વગર જ આ નાણા મેળવી શકશે. પરંતું ઓળખ અને અન્ય દસ્તાવેજ આપવા પડશે. આરબીઆઇની મોનેટરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક (RBI) એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. અગાઉ, સતત 11મી વખત, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે રેપો રેટ 6.5 ટકા પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4 ટકા કર્યો છે. જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે.

આ રીતે ઉપાડો આ લોન
કોલેટરલ ફ્રી લોન ખાનગી અને સરકારી બંને બેંકો પાસેથી લઈ શકાય છે. આ માટે વ્યાજ દર 10.50 ટકાથી વધુ છે. કોઈપણ મિલકત ગેરંટી વિના કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે.