હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીમાં મોદી તેમજ રુપાણી સરકાર ઘણાં લોકોની મદદ કરવાં માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. હાલમાં એક અગત્યના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રુપાણી સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.
જમીનની માલિકી બાબતે રાજ્યનાં CM વિજય રુપાણીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, કે હવે જે લોકો ખેડૂત ન હોય તો એ વ્યક્તિ પણ ખેતીની જમીનની ખરીદી કરી શકશે. ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિત શિક્ષણ હેતુસર ખેતીની જમીનને ખરીદવા માટે જિલ્લા કલેકટરની પરવાનગીની જરૂરીયાત લેવી પડે.
CM રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીનની ખરીદી કરવાં માટે કલેકટરની મંજૂરી લેવી નહિ પડે, જમીનની ખરીદી કર્યાના માત્ર 1 જ મહિનામાં કલેકટરને માત્ર જાણ કરવી પડશે. બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુની માટે ખેતીની જમીનની ખરીદી કરી શકાશે.
અત્યાર સુધી ગુજરાતનાં મહેસુલી કાયદાની જોગવાઈ પ્રમાણે ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીનની ખરીદી શકતો હતો.રાજ્યનાં CM વિજયભાઈ રુપાણીએ મહેસુલી ક્રાંતિનાં મંડાણ કર્યા છે. ગઈકાલે રોજ મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તથા શૈક્ષણિક હેતુને માટે લોકો ખેતીની જમીનની ખરીદી કરી શકશે.
અત્યાર સુધીમાં ગુજરાતનાં મહેસુલી કાયદાની જોગવાઈ પ્રમાણે ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીનની ખરીદી કરી શકતો હતો પણ જુદાં મુદા પર સરકાર ‘ઈઝ ઓફ ડુઈઝ બિઝનેસ’ને આગળ વધારવાની દિશામાં પણ આ નિર્ણય મહત્વનો પુરવાર થઈ શકશે.
રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવેલ નિર્ણયને લઈને CM વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિનાં મંડાણ કર્યા છે. જેમાં ગણોત કાયદાની જોગવાઈમાં ખુબ જ સુધારો પણ કરવામાં આવ્યો છે. આનાં પરિણામ સ્વરૂપે કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર વિકાસની નવી દિશાઓ પણ ખુલી જશે.
આની સાથે-સાથે જ ગુજરાત રાજ્યમાં વધારે ઔધોગિક મૂડીનું રોકાણ આકર્ષિત પણ કરી શકાશે.હવે, સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઈજનેરી કોલેજ તેમજ બીજાં શૈક્ષણિક હેતુની માટે ખેતીની જમીનની ખરીદી કરવા માટે કલેકટરની પરવાનગી લેવી નહીં પડે.
આની સાથે-સાથે જ આવી જમીનની ખરીદી કર્યાં બાદ માત્ર 1 જ મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે તથા બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટની કામગીરીની શરૂઆત પણ કરી શકાશે.
ભૂતકાળમાં આવી જમીનોની ખરીદી કરવાં માટે બિનખેડૂત સંસ્થાઓ તેમજ વ્યકિતએ જિલ્લા કલેકટરની મંજૂરી મેળવવી ઘણી આવશ્યક હતી. જેને પરિણામે લાંબો સમય સુધી ટાઈટલ કિલયરન્સ, ઈન્સ્પેકશન જેમાં ઘણો લાંબો સમય પસાર પણ થતો હતો.
આને પરિણામે પ્રોજેકટની શરૂઆત કરવામાં ઘણી વાર પણ લાગતી હતી. આ નવી ક્રાંતિને લીધે બધાં જ પ્રકારની માથાકૂટનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્યમાં બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની માટે જો જમીનની ખરીદી કરવામાં આવી હોય પણ ઔધોગીક હેતુનો ઉપયોગ સંભવ ન હોય એવા કિસ્સામાં GDCR ની જોગવાઈ પ્રમાણે ઉધોગ સિવાયનાં બીજાં હેતુની માટે જમીન વેચી પણ શકાશે.
જમીનનાં આવાં કિસ્સામાં કંપનીનાં મર્જર પોઈન્ટ વેન્ચર એમલ્ગેશન અથવા તો પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદિલ કરાયો હતો. જમીનને વેચાણ ગણવામાં આવશે નહીં. આ વ્યવહારમાં કુલ 10% જંત્રીનું પ્રિમિયમ ભરીને તબદિલ પણ કરી શકાશે.
ડેટ રિકવરી, દેવા વસુલી એનસીએલ–4 લીકવીડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં જમીન ખરીદનારે ફરજિયાત હુકમના 60 દિવસમાં જંત્રીના 10 ટકા પ્રિમિયમ ભરીને પોતાના નામે કરી શકશે. આ નિર્ણયને પરિણામ સ્વરૂપે ઉધોગ સાહસિક દ્રારા ખરીદવામાં આવેલ ખેતીની જમીનનાં પ્રશ્નોનું નિરાકરણ પણ થશે.
આની સાથે-સાથે જ પડતર પડેલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ સંભવ બનશે. નવી તકો રોજગારીની નવી દિશા ખુલવાની શિક્ષણ સહિત મેડિકલ ઈજનેરી આરોગ્યનાં ક્ષેત્રે વિકાસની ઘણી નવી તકો ખુલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews