નજીવી બાબતે હેવાન બન્યો બાપ! વાળ પકડીને માર્યો ઢોર માર- ઉપરા ઉપરી છરીના 15 ઘા ઝીંકી દીધા

Father stabbed his daughter 15 times in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બાંદામાં એક કલયુગી પિતા એક નાની ભૂલને કારણે પોતાની જ દીકરી માટે રાક્ષસ બની…

Father stabbed his daughter 15 times in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બાંદામાં એક કલયુગી પિતા એક નાની ભૂલને કારણે પોતાની જ દીકરી માટે રાક્ષસ બની ગયો. તેણે પહેલા દીકરીને વાળ પકડીને ખેંચી અને પછી શાકભાજી કાપવાની છરી લઈને દીકરી પર એક પછી એક કુલ 15 વાર હુમલો કર્યો.(Father stabbed his daughter 15 times in Uttar Pradesh) આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પુત્રી લોહી વહી જતાં બેભાન થઈ ગઈ હતી. માહિતી મળતા જ આરોપીના મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ દરવાજો તોડીને ઘટનાસ્થળે પહોંચી અને પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યારે આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી.

આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. માત્ર તેમની પુત્રી જ ઘરમાં ભોજન બનાવે છે. ભૂલથી તેણે શાકમાં બે વખત મીઠું ઉમેરી દીધું હતું. જ્યારે તે જમવા બેઠો ત્યારે વધારે મીઠું હોવાને કારણે તે ખાઈ શક્યો ન હતો અને આ ગુસ્સામાં તેણે દીકરીને તેના વાળથી ખેંચી હતી. આ દરમિયાન જ્યારે પુત્રીએ ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો તો આરોપીનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેણે તરત જ રસોડામાં રહેલી છરી ઉપાડી લીધી અને તેની પુત્રી પર હુમલો કરવા લાગ્યો.

આ દરમિયાન દીકરી બૂમો પાડતા મકાન માલિક ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ રૂમનો દરવાજો બંધ હતો. આવી સ્થિતિમાં, મકાનમાલિકે જાતે જ પોલીસને આ બાબતની જાણ કરી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી ઘાયલ યુવતીને બહાર કાઢી અને પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ ગઈ. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને છાતી અને કમરમાં 15 વાર મારવામાં આવ્યો હતો. બધા જ ઘા એકદમ ઊંડા છે.

તબીબોના જણાવ્યા અનુસાર, તેમની હાલત નાજુક છે. તેમ છતાં તેનો જીવ બચાવવાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ પોલીસે જણાવ્યું કે, આરોપી માનસિક રીતે પણ બીમાર છે. ખાસ કરીને પત્નીના અવસાન પછી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. મકાનમાલિકે તેના નિવેદનમાં તેની માનસિક બીમારી વિશે પણ માહિતી આપી છે. પરંતુ એવું પણ કહેવાય છે કે તેણે આ પહેલા ક્યારેય આવું કંઈ કર્યું નથી.

જણાવ્યું કે, આરોપી હંમેશા દારૂના નશામાં રહેતો હતો. ઘરમાં તેની સાથે બે પુત્રો અને આ પુત્રી પણ રહે છે. નાયબ પોલીસ અધિક્ષક અંબુજા ત્રિવેદીએ જણાવ્યું કે મામલો કોતવાલી નગરના સર્વોદય નગર કોલોનીનો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બીજી તરફ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગાશક્તિ નાગપાલે આ ઘટના બાદ પીડિત પરિવાર અને બાળકીને આર્થિક મદદ કરવા માટે સરકારને પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *