અત્યારે લગ્નગાળો(Wedding season) ચાલી રહ્યો છે. તેવામાં ઘણા ભવ્ય લગ્નો ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં જ નોખાના(Nokha) સિલ્વા(Silva) ગામમાં ઉદ્યોગપતિ કુલરિયા પરિવારની ત્રણ બહેનોના ભવ્ય લગ્ન(Gorgeous wedding) ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં પરિવારને તેમની ત્રણ દીકરીઓના લગ્ન, ગ્રામજનો અને બારાતીઓને હવાઈ મુસાફરી કરવાનો મોકો મળ્યો હતો. મળતી માહિતી અનુસાર આ માટે ઘરની જ નજીક હેલિપેડ(Helipad) બનાવવામાં આવ્યું હતું. આ અનોખા લગ્નમાં વર-કન્યા સિવાય 1200 બરાતીઓ અને ગ્રામજનોને ત્રણ દિવસ માટે હેલિકોપ્ટર(Helicopter) દ્વારા સફર કરવા મળી હતી.
જાણવા મળ્યું છે કે, સિલ્વાન ગામમાં, ઉદ્યોગપતિ પદમારામ કુલરિયાની ત્રણ પૌત્રીઓ ભાવના, સંતોષ અને કિરણના શુક્રવારે જ લગ્ન થયા હતા. આ પ્રસંગને ખાસ બનાવવા માટે તેના પિતા કનારામ, શંકર અને ધરમ કુલરિયાએ દિલ્હીથી 5 સીટર હેલિકોપ્ટર મંગાવ્યું હતું. આ માટે તેમના ઘર પાસે જ હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. આ ભવ્ય લગ્નમાં ગામના તમામ લોકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે, ગામના લોકો ત્રણ દિવસ સુધી હેલિકોપ્ટરમાં બેસીને સેંકડો ફૂટની ઊંચાઈથી પોતાના ગામને જોઈ શકે છે.
તે ગામના લોકોની ઈચ્છા હતી કે એક દિવસ તે હેલિકોપ્ટરમાં ફરે. આવી સ્થિતિમાં નવી દિલ્હીથી ત્રણ દિવસ માટે માત્ર પ્રાઈવેટ હેલિકોપ્ટર જ બુક કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર અહીં પાંચથી છ કિલોમીટરના વિસ્તારમાં ફરે છે. સેંકડો ફૂટની ઊંચાઈએ જઈને તે પાછું નીચે આવે છે.
મળેલી માહિતી મુજબ આ લગ્નમાં એન્ટી કરપ્શન બ્યુરોના એડીજી દિનેશ એમએન પણ હાજરી આપવા આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હેલિકોપ્ટર દ્વારા નોખાના આ ગામમાં પહોંચ્યા હતા. એક સમયે પાંચ લોકોને હેલિકોપ્ટર દ્વારા સફર કરાવવામાં આવી હતી. કુલરિયા પરિવારના જણાવ્યા અનુસાર, ‘લગ્નમાં અમારા માટે ગામ સૌથી મહત્ત્વનું છે. 1200 લોકોને હવાઈ મુસાફરી માટે લઈ જવામાં આવી રહ્યા છે. હેલિકોપ્ટર અહીં પાંચથી છ કિલોમીટરના વિસ્તારમાં ફરે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.