સસરાએ મિત્રો સાથે મળી વહુનો બળાત્કાર કર્યો, નશાની ગોળીઓ ખવડાવી વિડીયો બનાવી બ્લેકમેલ કરી

Meerut Father-in-law raped daughter-in-law: મેરઠના લીસાડીગેટ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પુત્રવધુને નશાની ગોળીઓ ખવડાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. બ્લેકમેલ કરવાની નિયતે વિડીયો પણ બનાવી લીધો હતો અને ત્યારબાદ પોતાના ત્રણ મિત્રોને સોંપી દીધી. (Meerut Father-in-law raped daughter-in-law) પરિણીતાની હાલત ખરાબ થઈ તો પરિવાર તેને ઘરે લઈ આવ્યો, જ્યાં તેણે મોટી બહેનને આપવીતી સંભળાવી. શનિવારે પરિવાર દીકરી સાથે લીસાડીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

પોલીસે આરોપીઓની શોધખોળ કરી હતી, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે કેસ નોંધી લીધો છે. લીસાડીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક મહોલ્લામાં રહેતી યુવતીના લગ્ન લગભગ 10 મહિના પહેલાં બીજા મોહલાના યુવક સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ અચાનક સસરાએ પુત્રવધુ સાથે છેડછાડ શરૂ કરી દીધી.

આરોપ છે કે ત્રણ મહિના પહેલા જ્યારે ઘરે કોઈ ન હતું તો સસરાએ પુત્રવધુ ના ખાવામાં નશીલી દવા ભેળવી દીધી હતી. જેનાથી તે બેભાન થઈ ગઈ અને તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. શહેરના એસ.પી આયુષ વિક્રમસિંહએ જણાવ્યું હતું કે એક યુવતીએ પોલીસ સ્ટેશન આવી, સસરા તેમજ તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કેસ નોંધી આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પીડિતાની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.

વધુમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુભાષ ચંદ ગૌતમે જણાવ્યું કે ઘણા મહિનાથી પીડીતા સહન કરી રહી હતી. થોડા દિવસ પહેલા તેની તબિયત વધારે ખરાબ થઈ તો તેના પિયર પક્ષ તેને ઘરે લઈ ગયું હતું. ત્યાં એક દિવસ તેણે પોતાની મોટી બહેનને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. પિયર પક્ષએ જમાઈને ફોન કરી આ વિશે જણાવ્યું હતું, પરંતુ તેનાથી કશું થયું ન હતું. શનિવારના રોજ લીસાડીગેટ પોલીસ સ્ટેશન પહોંચી તેમને ફરિયાદ આપી હતી.