લુઇસિયાના(Louisiana)ના લેન્ડિસ હૂકને પોતાનો જીવ જોખમમાં મૂકવા અને તેના 18 વર્ષના બુલ-રાઇડર(Bull-rider) પુત્રના બચાવમાં આવવા બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે. વાયરલ થયેલા એક વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, પિતા પોતાના પુત્રને બચાવવા માટે તેના પર આડા પડી જાય છે, જેથી ગુસ્સે થયેલો આખલો પુત્ર પર હુમલો કરે તો પણ તેનો જીવ જોખમમાં ન આવે. અમેરિકન બુલ રાઇડિંગ એ એક ખતરનાક રોડીયો સ્પોર્ટ છે. જેમાં પોઈન્ટ મેળવવા માટે, રાઇડરે આખલાની ઉપર ચઢીને ઓછામાં ઓછા આઠ સેકન્ડ માટે એક હાથની પકડ વડે સવારી કરવાની આવે છે.
આ દરમિયાન ગુસ્સે થયેલો આખલો તેના પર સવારને ફેંકવાનો પ્રયાસ કરે છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમને પણ કંઈક આવું જ જોવા મળશે, જેમાં ગુસ્સે થયેલો એક આખલો તેના પર સવારને નીચે ફેંકી દે છે, ત્યારે તેને બચાવવા માટે તેના પિતા તેના પુત્રના શરીર પર કોઈ વિચાર કર્યા વિના સૂઈ જાય છે, તેથી ગુસ્સે થયેલો આખલો હુમલો કરે તો, પુત્રને ઈજા ન થાય.
View this post on Instagram
વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દીકરો બળદ પર સવાર થઈ રહ્યો છે. પરંતુ બળદ એટલો ગુસ્સે હતો કે, તેણે દીકરાને ઉપાડીને નીચે ફેંકી દીધો, તે ખરાબ રીતે નીચે પડી ગયો હતો. આ જોઈને, પિતાએ તેના પુત્રનો પાસો મૂક્યો અને તેને સંપૂર્ણપણે ઢાંકીને તેના પર સૂઈ ગયા. આ ઉપરાંત ત્યાં કેટલાક લોકો ગુસ્સે થયેલ આખલાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. પરંતુ, પિતા પુત્ર પર આડા પડ્યા પછી પણ બળદ દોડતો આવે છે અને તેના પર હુમલો કરે છે. આ વાયરલ વિડીયોમાં તમે જોયું કે કેવી રીતે એક પિતા પોતાના પુત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કરતા નથી અને ગુસ્સે થયેલા બળદની સામે સૂઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.