તમારા જીવનમાં કંઇક વધારે દુઃખ અને પરેશાનીઓ છે અથવા તમારા કોઈ જૂના પાપ તમને હજી નડે છે કે પછી તમારા ગ્રહોની ખરાબ દશા ચાલી રહી છે તો તમે ગાયને રોટલી ની સાથે ગોળ ખવડાવવો. તેનાથી તમારો ખરાબ સમય પડી જશે અને સારો સમય શરૂ થઈ જશે. તેથી જ્યારે પણ તમારા ઘરના આંગણે ગાય આવે તો તેને રોટલીની વચ્ચે ગોળ નાખીને ખવડાવો.
શાસ્ત્ર ની અંદર કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 કરોડ પ્રકારના દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જેથી ઘણી બધી જગ્યાએ ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ગાયને આપણે માતા માનીએ છીએ. હિન્દુ ધર્મના અનુસાર ગાયની સેવા કરવી સૌથી મોટું પુણ્ય નું કામ હોય છે. એ જ કારણ છે કે સદીઓથી આપણા પૂર્વજો ઘરના આંગણામાં ગાયને પાળતા હતા.
ગાયથી પુણ્ય કમાવા સિવાય તેને પાળવાના બીજા ઘણા બધા ફાયદા હોય છે. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. દૂધથી બનવાવાળી છાશ,પનીર,ચીઝ, માખણ, દહી અને અન્ય વસ્તુઓ પણ આપણને ખૂબ જ કામમાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.