દિલ્હી & ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન ના ઓફીશીયલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, કોટલા નામ હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવવાનું છે. ડીડીસીએના પૂર્વ પ્રેસિડેન્ટ માટે આ અમારી પૂર્ણ શ્રદ્ધાંજલિ છે. શ્રીમાન જેટલી, કે જેમનું ૨૪ ઓગસ્ટે નિધન થયું તેઓ 1999થી 2003 સુધી ડીડીસીએ ના અધ્યક્ષ રહ્યા હતા.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
In a fitting tribute to its former president Arun Jaitley, @delhi_cricket has decided to name the Stadium after him. Mr Jaitley, who passed away on August 24, was president of the DDCA from 1999 to 2013. @BCCI— DDCA (@delhi_cricket) August 27, 2019
આ અગાઉ વિરાટ કોહલીની સિધ્ધિઓને જોઇને ૧૮ ઓગસ્ટે DDCAએ જાહેરાત કરી હતી કે આવનારી ૧૨ મી સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં ફિરોજશાહ કોટલાના એક સ્ટેન્ડ ને વિરાટ કોહલી સ્ટેન્ડ નામ અપાશે. આ નામ તેણે મેળવેલી સિદ્ધિઓને જોઇને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ક્રિકેટ એસોશીયેશને દેશને કોહલી, વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા, ઋષભ પંત જેવા ઘણા ક્રિકેટર ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
Big announcement: DDCA president @RajatSharmaLive and Apex Council decide to name one Stand of Ferozshah Kotla stadium as ‘Virat Kohli Stand’ in honour of his achievements. @imVkohli and Indian team will be felicitated on September 12. More details on DDCA website… @BCCI
— DDCA (@delhi_cricket) August 18, 2019
આ નામકરણ માટે 12 સપ્ટેમ્બરના દિવસે એક સમારોહ થશે. આ સમારોહ દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં થશે. તેમા ગૃહમંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.