“આ એક્ટ્રેસને બોલાવશો તો ટ્રમ્પને જોવા માટે 1 કરોડ લોકો પણ દોડી આવશે” જાણો કોણે કહ્યું ?

ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે. અને ડૉનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે. તારીખ 24 અને 25 એમ બે દિવસ તે ભારતની મુલાકાત લેશે. ડૉનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કેટલા લોકો રહેશે તેને લઈને અનેક પ્રકારના વાવડ મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પે પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે, સ્વાગત માટે અમદાવાદમાં 1 કરોડ લોકો આવશે.

હવે આવા માહોલ વચ્ચે દિગ્ગજ ફિલ્મનિર્માતા રામગોપાલ વર્માએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો 1 કરોડ લોકો સ્વાગત માટે આવે તે ત્યારે જ સાચો ઠરે જ્યારે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ, રજનીકાંત, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને સની લીયોન ટ્રમ્પની આસપાસ ઊભા હોય. તેમના ટ્વિટમાં સની લીયોનનું નામ કેપિટલ અક્ષરમાં લખવામાં આવ્યું છે. આમ તેણે સની લીયોનને હાઈલાઈટ કરી છે.

દિગ્ગજ ફિલ્મનિર્માતા રામગોપાલ વર્માએ ‘સત્યા’, ‘રંગીલા’, ‘કંપની’, ‘ભૂત’ અને ‘સરકાર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. રામગોપાલ વર્માની આ ટ્વિટની ચારેય બાજું ખૂબ ચર્ચા થઈ રહી છે. માત્ર લોકોની સંખ્યા જ નહીં પણ સુરક્ષાના પ્લાનને લઈને પણ જુદી જુદી અપડેટ સામે આવી રહી છે. રામગોપાલ વર્માનું આ ટ્વિટ ખૂબ વાઈરલ પણ થઈ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, 36 કલાકની મુલાકાતમાં સુરક્ષા વ્યવસ્થા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જ્યારે 26 હજાર પોલીસ કર્મીઓ આ કાર્યક્રમ માટે અમદાવાદમાં તહેનાત રહેવાના છે. રોડ શૉથી લઈને સ્વાગત સુધી ભરપુર ખર્ચા કરવામાં આવી રહ્યા છે. માત્ર અમદાવાદની ત્રણ કલાકની મુલાકાત પાછળ આશરે 100 કરોડનો ખર્ચો થયો હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, અમદાવાદમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની એક મિનિટ 50 હજાર રૂપિયામાં તંત્રની માથે પડી છે. આ સિવાય રોડ રસ્તા અને સુવિધાના પાસા પર થયેલા ખર્ચાની વિગતનો આંકડો પણ ચોંકાવનારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *