Effect of ceasefire in Kutch: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પછી પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાની માહિતી મળતા જ ફરીથી તણાવની (Effect of ceasefire in Kutch) આશંકા ઊભી થઈ હતી, પરંતુ સારા સમાચાર એ છે કે હાલની પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. કચ્છના મુખ્ય મથક ભૂજમાં વાત કરીએ તો ત્યાંનો માહોલ શાંતિપૂર્ણ છે.
ગઇકાલે યુદ્ધ વિરામ પછી ડ્રોન હુમલાના કારણે તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ આજની પરિસ્થિતિ કાલથી સંપૂર્ણ રીતે અલગ છે. ભૂજમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણ છે. તમામ બજારો સમયસર ખુલ્યા છે અને ભૂજના નાગરિકો પણ તેમના દૈનિક કાર્યોમાં વ્યસ્ત છે.
ગઇકાલે યુદ્ધવિરામ જાહેર થયા બાદ લોકોએ તણાવમાંથી મુક્તિનો અનુભવ કર્યો હતો, પરંતુ ત્રણ કલાકમાં કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની ડ્રોન ગતિવિધિ ફરીથી જોવા મળી હતી, અને શ્રીનગરમાં પાકિસ્તાનના ગોળીબારના સમાચાર પણ આવ્યા હતા. આ પછી યુદ્ધના વાદળો ફરીથી છવાયા હતા, પરંતુ આજે પરિસ્થિતિ શાંત છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App