જાણો કયા પક્ષના કાર્યકર્તાઓ સમાજસેવી મહેશ સવાણીને ગણાવી રહ્યા છે નીચ રાજનેતા

Published on: 4:08 pm, Sun, 18 July 21

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.

ત્યારે થોડા સમય પહેલા જ ગામડે ગામડે શરુ કરવામાં આવેલા જન સંવેદના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો અને નેતા પર અમુક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લીધે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા વધી રહેલી હોય તેને લઈને આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે.

ત્યારે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી દ્વારા ભૂલથી એક પોસ્ટ ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. ખરેખર તેના દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ પાકિસ્તાન ના સિંધ પ્રદેશની છે. તે પોસ્ટ અંગે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ દ્વારા અને ભાજપના કાર્યકર્તા દ્વારા મહેશ સવાણી દ્વારા કરવામાં આવેલ પોસ્ટના પ્રતિ ઉત્તર આપતા કહ્યું છે કે, “મહેશ સવાણી નીચ રાજનીતિ કરી રહ્યા છે અને તે નીચ રાજનેતા છે.”

find out which party workers are calling social activist mahesh savani3 » Trishul News Gujarati Breaking News આમ આદમી પાર્ટી, ઇસુદાન ગઢવી, ગુજરાત, ગોપાલ ઈટાળીયા, પ્રવિણ રામ, ભાજપ, ભાવેશ ગાબાણી, મહેશ સવાણી

મહેશ સવાણી ફેસબુકમાં કરેલી પોસ્ટ ગુજરાતમાં વીજળી સપ્લાય માટે યોગ્ય સંસાધનો નથી તે બાબતની હતી અને સાથે તે ફોટો શેર કરવામાં આવેલો હતો તે હકીકતમાં પાકિસ્તાનના કોઈ વિસ્તારનો હતો આમ મહેશ સવાણી દ્વારા ખોટી તસવીર શેર કરી ને રામક માહિતી ફેલાવવામાં આવી હોવાનો દાવો ભાજપ આઇ ટી સેલ કરી રહ્યું છે અને તેઓને નીચ રાજનીતિ કરનારા ગણાવવામાં આવ્યા છે.

find out which party workers are calling social activist mahesh savani2 1 » Trishul News Gujarati Breaking News આમ આદમી પાર્ટી, ઇસુદાન ગઢવી, ગુજરાત, ગોપાલ ઈટાળીયા, પ્રવિણ રામ, ભાજપ, ભાવેશ ગાબાણી, મહેશ સવાણી

મહેશ સવાણી દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાવેશ ગાબાણીએ પોતાના ફેસબુક માધ્યમથી પોસ્ટ કરતા કહ્યું છે કે, “મહેશભાઈ સવાણી રાજકારણ માં પ્રવેશ કરતા જ આવી હલકી રાજનીતિની શરૂઆત કરવાની?? ગુજરાત ને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરો, ગુજરાતની જનતા હળાહળ ખોટું ક્યારેય નહીં સ્વીકારે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.