શિવલિંગ પર કેમ પાણી, દૂધ અને દહીં જેવી શીતલતા આપતી વસ્તુઓ જ ચઢાવવામાં આવે છે? – જાણો અહી

આજે મહાશિવરાત્રિના દિવસે શિવજીને જળઅભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. જળઅભિષેક એટલે કે, શિવજીને જળથી સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રુદ્ર પણ છે, તેથી જળઅભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. તાંબાના લોટોથી શિવલિંગ પર જળની ધારા અર્પણ કરવામાં આવે છે.

શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે. આ વિશે સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, શિવજીને એવી વસ્તુ અર્પિત કરવામાં આવે છે જે ઠંડક આપે છે, જેમ કે જળ, દૂધ, દહીં, ઘી, મધ. આ ઉપરાંત કહેવાય છે કે, શિવજી ચંદ્રને પોતાના મસ્તક પર શીતલતા માટે ધારણ કર્યા છે.

સમુદ્ર મંથન સાથે સંબંધિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે ઘણા રત્નો નીકળ્યા હતા. આ રત્નો પહેલાં હળાહળ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું. આ વિષને કારણે સમગ્ર સૃષ્ટિના તમામ જીવોના પ્રાણ સંકટમાં મુકાયા હતા; ત્યારે શિવજીએ આ ઝેર પી લીધું હતું, પરંતુ આ ઝેર તેમને ગળાથી નીચે ન ઊતરવા દીધું. એને કારણે શિવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.

ઝેર પીવાને કારણે શિવજીના શરીરમાં તીવ્ર બળતરા થવા લાગી, ગરમી વધવા લાગી. આ બળતરાથી મુક્તિ માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. ભોળાનાથને ઠંડક આપતી વસ્તુઓ જ વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે, જેથી ઝેરની ગરમી શાંત થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *