મહાકુંભમાં ફરી મોટી દુર્ઘટના: સેક્ટર 22માં ફાટી નીકળી આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Mahakumbh sector 22 fire: મહાકુંભમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. આ વખતે આગ મહાકુંભના સેક્ટર 22 માં બનાવવામાં આવેલ સ્ટેન્ડમાં (Mahakumbh sector 22 fire) લાગી છે. હાલમાં ફાયર બ્રિગેડ ની ટીમ ભાગને કાબુ માં લેવાના પ્રયત્નો કરી રહી છે, હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયું નથી.

તેમજ સારી વાત એ છે કે કોઈપણ શ્રદ્ધાળુઓ આગ લાગી તે સમયે ટેન્ટમાં હાજર ન હતા. આગ લાગવાને કારણે આસપાસના ટેન્ટમાં રહેલા તમામ શ્રદ્ધાળુઓ બહાર નીકળી આવ્યા હતા. જેના લીધે મોટી જાનહાની થઈ ન હતી.

જણાવી દઈએ કે મહા કુંભના સેક્ટર 22 એરિયામાં જુસી ના છતનાગઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે આવેલો છે. ગુરુવારે અહીંયા અચાનક ઘણા ટેન્ટમાં આગ લાગી ગઈ હતી. આ જોઈ શ્રદ્ધાળુ પોતાના ટેન્ટ માંથી બહાર નીકળી ગયા હતા અને સાહેબ બ્રિગેડને જાણકારી આપી હતી. પહોંચેલી ટીમ ભાગ બોલવાના પ્રયાસો કરી રહી છે. આજથી ઘણા બધા ટેન્ક બળીને રાખ થઈ ચૂક્યા છે. કોઈ જાનહાની થઈ નથી.

આ પહેલા પણ મહા કુંભમાં આગ લાગવાની ઘટના બની હતી. જેને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવી તરત કાબુમાં મેળવી લીધી હતી.

ગઈકાલે પણ મોની અમાસના દિવસે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 40થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ પ્રશાસને માત્ર 30 મૃત્યુ થયા છે એવી વાત કરી હતી.

19 જાન્યુઆરીના રોજ પણ લાગી હતી આગ
મહાકુંભ મેળા ક્ષેત્રમાં 19 જાન્યુઆરીના રોજે સાંજે લગભગ 4:30 વાગ્યે આગ લાગી ગઈ હતી. સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. 180 કોટેજ આગમાં સળગી ગયા હતા.

મહાકુંભ પ્રશાસનના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડર દ્વારા ચા બનાવતી વખતે ગેસ લીકેજ થવાને લીધે આગ લાગી હતી. તે વખતે આગ લાગવાથી રસોડામાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં ધમાકા પણ થયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.