અમદાવાદ અને મુંબઈની બહુમાળી ઇમારતોમાં લાગી આગ, આટલા લોકો જીવતા…

ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અગ્નિકાંડના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના દસમાં માળે આજે વહેલી સવારે આગ લાગી ગઈ હતી. આ આગ એટલે ભયાનક હતી કે તેને કાબુ મેળવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની કલાકોની સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હજુ સુધી આગમાં કોઈ જાનહાનિના સમાચારો મળી રહ્યા નથી.

મળી રહેલી વિગતો અનુસાર અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારની ટાઇટેનિયમ બિલ્ડિંગમાં દસમાં માળે આવેલી ઓફિસમાં આજે વહેલી સવારે આગ લાગી ગઈ હતી. આ સમાચાર મળતાની સાથે જ ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તેઓ સફળ પણ થયા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે 9 માં તેમજ 10 અને 11 માં માળે પણ પહોંચી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

પાશ્વ ગાયક શાન ની બિલ્ડીંગમાં પણ આગ લાગી
આના પહેલા મુંબઈમાં મોડી રાત્રે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ખબર સામે આવી હતી. આ બિલ્ડિંગમાં બોલીવુડના પ્લેબેક સિંગર શાનનું પણ ઘર આવેલું છે. આ ઇમારતમાં આગ લાગવાની ઘટનાના સમાચાર મળતા જ વાયર બ્રિગેડની ગાડીઓની મોકલવામાં આવી હતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

વિડીયો આવ્યો સામે
આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી તરફથી જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં ધુમાડાના કાળા ડિબાગ વાદળોને જોઈ શકાય છે. તેમજ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ ની ગાડીઓ પણ દેખાઈ રહી છે.