હાલમાં સુરત શહેરના રીંગરોડ નજીક પારસ માર્કેટમાં બીજા માળે એક કાપડની બંધ દુકાનમાં આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવારની વહેલી સવારે 5:12 કલાકે ફાયરની ટીમને જાણ કર્યા બાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
કાપડ માર્કેટના બીજા માળે આગ લાગી હોવાથી અને આગ ઉગ્ર બની હોવાથી તાત્કાલિક જ 5 ફાયર સ્ટેશન જેવા કે, મજુરા, નવસારી, ડુંભાલ, માન દરવાજા અને ઘાંચી શેરીના ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત ફાયરના અધિકારીઓએ ભારે મહેનત કરી આગ પર થોડી જ ક્ષણોમાં કાબૂમાં મેળવવામાં સફળ થયા હતા. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, હાલ કુલીંગ કામગીરી ચાલુ છે. આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે.
ફાયર ઓફિસર કૃષ્ણ મોઢએ જણાવ્યું હતું કે, આગ ખૂબ જ વિશાળ હતી. માર્કેટના ચોકીદારે ધુમાડો નીકળતો જોઈને ફાયરને જાણ કરી અને ફાયર વિભાગ 15 પાણીના બમ્બા સાથે ઘટના સ્થળે પહોચ્યો હતો. પારસ માર્કેટના બીજા માળે નેશનલ સારીઝ નામની દુકાનના માળિયે આગ લાગી હતી. લગભગ બે જ કલાકમાં આગ ઉગ્ર બની અને ત્યારબાદ તમામ સાડીઓનો જથ્થો, બોક્સ, ફર્નિચર, એસી, સહિતનો સામાન બળી ગયો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, વારંવાર માર્કેટ વિસ્તારમાં વેન્ટિલેટશનને લઈ કરાયેલા અભિયાનની કોઈ અસર જોવા મળી નથી. પારસ માર્કેટમાં વેન્ટિલેટશનની જગ્યા પર દીવાલ ચણવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. માર્કેટની સિસ્ટમમાં પણ ખામી જોવા મળી હતી. આ દરમિયાન ચોકીદારની જાગૃતતાએ માર્કેટની બીજી દુકાનોને બચાવી લીધી હોય એમ કહી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle