સુરત (Surat Fire) શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના કતારગામ (Kataragam) વિસ્તારમાં સિંગણપુર (Singanpor char rasta) ચાર રસ્તા નજીક આવેલી ડિવાઇન સેન્ટર નામની બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગતાં જ ઘટનાસ્થળેથી લોકો દૂર ભાગ્યા હતા.
સિંગણપુર ચાર રસ્તા નજીક, ડિવાઇન સેન્ટર નામની બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગને નિયંત્રણમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર વિભાગે ત્રીજા અને ચોથા માળે ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યું કર્યું હતું.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં લાયબ્રેરી અને ઓનલાઈનનું ગોડાઉન હતું. આ લાઇબ્રેરીમાં કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. અને ઓનલાઇનના ગોડાઉનમાં ઘણાં યુવક-યુવતીઓ કામ કરી રહ્યા હતા. અચાનક આગ લાગતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતા જ વિભાગ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચ્યું હતું, અને હાઇડ્રોલિક લીફ્ટથી ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું.
સાથોસાથ જાણવા મળ્યું છે કે, લાઇબ્રેરીમાં કેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. પરંતુ ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક લીફ્ટથી દરેક વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતા, મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથોસાથ ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાય પણ ઘટના સ્થળે હાજર થયા હતા. લાઈટ અને ફાયર સમિતિ ચેરમેન કિશોર મિયાણી પણ ઘટના સ્થળે હાજર થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.